Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે ટૉપ સ્પૉટ માટે ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે રસાકસી

આજે ટૉપ સ્પૉટ માટે ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે રસાકસી

Published : 12 May, 2026 02:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્ને ટીમને ૧૧ મૅચમાંથી ૭ જીત અને ૪ હાર મળી છે, અમદાવાદમાં ગુજરાત સામેની ત્રણેય મૅચ હાર્યું છે હૈદરાબાદ

પ્રૅક્ટિસ દરમ્યાન ગુજરાતનો કૅપ્ટન શુભમન ગિલ અને હૈદરાબાદનો ટ્રૅવિસ હેડ.

પ્રૅક્ટિસ દરમ્યાન ગુજરાતનો કૅપ્ટન શુભમન ગિલ અને હૈદરાબાદનો ટ્રૅવિસ હેડ.


IPL 2026ની 56મી મૅચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેનો આ જંગ પૉઇન્ટ-ટેબલમાં નંબર વન ટીમ બનવા માટેના હશે. બન્ને ટીમે પોતાની ૧૧ મૅચમાં ૭ જીત અને ૪ હારનો સામનો કર્યો છે. ૧૪-૧૪ પૉઇન્ટ ધરાવતી આ બન્ને ટીમોમાંથી હૈદરાબાદ +૦.૭૩૭ના સારા નેટ રનરેટને કારણે ગુજરાત (+૦.૨૨૮) કરતાં પૉઇન્ટ-ટેબલમાં આગળ છે. આ સીઝનના એકમાત્ર વિદેશી કૅપ્ટન પૅટ કમિન્સની ટીમ હૈદરાબાદ છેલ્લી ૭ મૅચમાંથી ૬ મૅચ જીતી છે. કલકત્તા સામેની હાર બાદ પંજાબ સામે છેલ્લી મૅચ જીતીને હૈદરાબાદ ફરી એક વાર જીતના ટ્રૅક પર પાછું ફર્યું છે. શુભમન ગિલ ઍન્ડ કંપની છેલ્લી ૪ મૅચમાં ચેન્નઈ, બૅન્ગલોર, પંજાબ અને રાજસ્થાનને હરાવીને શાનદાર ફૉર્મમાં છે.

મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી



બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ 

મૅચ

ગુજરાતની જીત

હૈદરાબાદની જીત

નો-રિઝલ્ટ


અમદાવાદમાં હૈદરાબાદ પાંચમાંથી ચાર મૅચ હાર્યું છે. એકમાત્ર જીત મે ૨૦૧૪માં રાજસ્થાન રૉયલ્સ સામે મળી હતી. ત્યાર બાદ ગુજરાત સામે રમાયેલી ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫ની ત્રણેય મૅચમાં હૈદરાબાદને હાર મળી છે. આ જ સ્ટેડિયમમાં ૨૦૨૪માં કલકત્તા સામે ફાઇનલ મૅચમાં પણ હૈદરાબાદને હાર મળી હતી. ગુજરાત પોતાના હોમગ્રાઉન્ડમાં ૨૮ મૅચમાંથી ૧૬ મૅચ જીત્યું છે અને ૧૨ મૅચમાં હાર્યું છે. આ સીઝનમાં ગુજરાત અહીં પાંચ મૅચમાંથી પંજાબ, બૅન્ગલોર અને કલકત્તા સામે જીત્યું છે. મુંબઈ અને રાજસ્થાન સામેની મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

કૅન્સર સામેની લડાઈના સમર્થનમાં ગુજરાતના પ્લેયર્સ લૅવન્ડર જર્સીમાં જોવા મળશે


ગુજરાત ટાઇટન્સ ફરી એકવાર કૅન્સર સામેની લડાઈના સમર્થનમાં આગળ વધી રહ્યું છે. આજે હૈદારાબાદ સામેની મૅચમાં ગુજરાતના પ્લેયર્સ ખાસ લૅવન્ડર જર્સી પહેરીને રમશે. સતત ચોથા વર્ષે ગુજરાત ટાઇટન્સ કૅન્સર સામેની લડાઈના સમર્થનમાં આ ખાસ જર્સીમાં રમશે. આ જર્સી પહેરીને ગુજરાતની ટીમ દરેક કૅન્સરપીડિત સાથે ઊભા રહેવાનો અને કૅન્સર સામે તાકાત, સમયસર સંભાળ અને સામૂહિક સમર્થનથી લડી શકાય છે એવો સંદેશ આપશે.

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2026 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK