લાહિરુ ઉદારા અને કામિન્દુ મેન્ડિસ વચ્ચે ત્રીજી વિકેટ માટે ૨૫૫ બૉલમાં ૨૧૫ રનની ભાગીદારી થઈ હતી જે કૅરિબિયન ધરતી પર શ્રીલંકાની સૌથી મોટી ભાગીદારી હતી
સોનલ દિનુશા પોતાની ત્રીજી ટેસ્ટ-મૅચમાં ૯૨ રન કરીને સદી ચૂકી ગયો
વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ-મૅચના બીજા દિવસે શ્રીલંકાએ ૫૪૯/૯ના સ્કોર પર પોતાની પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બીજા દિવસના અંત સુધીમાં વેસ્ટ ઇન્ડીઝે પહેલા દાવમાં ૨૪ ઓવરની રમતમાં ૫૮/૧નો સ્કોર કર્યો હોવાથી શ્રીલંકા પાસે ૪૯૧ રનની લીડ હતી.
પહેલી વખત શ્રીલંકાએ કૅરિબિયન ધરતી પર ૫૦૦ પ્લસ રન કર્યા હતા. લાહિરુ ઉદારા અને કામિન્દુ મેન્ડિસ વચ્ચે ત્રીજી વિકેટ માટે ૨૫૫ બૉલમાં ૨૧૫ રનની ભાગીદારી થઈ હતી જે કૅરિબિયન ધરતી પર શ્રીલંકાની સૌથી મોટી ભાગીદારી હતી.
ADVERTISEMENT
બીજા દિવસે શ્રીલંકાએ ૮૪ ઓવરમાં ૩૩૮/૫ના સ્કોર સાથે પહેલી ઇનિંગ્સ આગળ વધારી હતી. છઠ્ઠા ક્રમે રમવા ઊતરેલા કુસલ મેન્ડિસે ૧૧૫ બૉલમાં ૮ ફોર અને ૩ સિક્સને આધારે ૬૯ રન કર્યા હતા. જ્યારે સાતમા ક્રમે રમીને સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર સોનલ દિનુશાએ ૧૬૬ બૉલમાં ૧૨ ફોરની મદદથી ૯૨ રન કર્યા હતા.
યજમાન ટીમ તરફથી ફાસ્ટ બોલર્સ જયડેન સીલ્સ અને શમર જોસેફે ૨-૨ વિકેટ લીધી હતી. અન્ય પાંચ બોલર્સને એક-એક સફળતા મળી હતી. બૅટિંગ સમયે ઓપનર બ્રાયડન કિંગે ૨૬ બૉલમાં ત્રણ ફોરની મદદથી ૧૭ રન કરીને કૅચ-આઉટ થયો હતો.
