ઍન્જેલોએ હાલમાં ઑસ્ટ્રેલિયા જઈને ત્યાંની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાંથી કોચિંગનો કોર્સ પૂરો કર્યો છે
ઍન્જેલો મૅથ્યુઝ
શ્રીલંકાના ઑલરાઉન્ડર ઍન્જેલો મૅથ્યુઝે હાલમાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયાનો આભાર માનતી પોસ્ટ શૅર કરી હતી. ગયા વર્ષે ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર અને હાલમાં વાઇટ-બૉલ ક્રિકેટ રમવા માટે ઉપલબ્ધ ઍન્જેલોએ હાલમાં ઑસ્ટ્રેલિયા જઈને ત્યાંની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાંથી કોચિંગનો કોર્સ પૂરો કર્યો છે. ઍન્જેલો મૅથ્યુઝે ફોટો શૅર કરીને લખ્યું, ‘એક અવિસ્મરણીય અનુભવ માટે આભાર ક્રિકેટ ઑસ્ટ્રેલિયા. રમતમાં ઍક્ટિવ હોવા દરમ્યાન આ તક મળી એનો મને હંમેશાં ગર્વ રહેશે. દરેક વાતચીત, દરેક પાઠ અને દરેક ક્ષણે મને થોડો સમજદાર બનાવ્યો છે. હંમેશાં આભારી, અતિ નમ્ર અને ખરેખર ધન્ય અનુભવું છું.’
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર લિયામ પ્લંકેટે પ્રોફેશનલ બેઝબૉલમાં ડેબ્યુ કર્યું
ADVERTISEMENT

૨૦૧૯માં વન-ડે વર્લ્ડ કપ જીતનાર ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લિયામ પ્લંકેટે પ્રોફેશનલ બેઝબૉલમાં ડેબ્યુ કર્યું છે. લિયામ પ્લંકેટ પાયોનિયર બેઝબૉલ લીગ (PBL)માં અમેરિકાની ઑકલૅન્ડ બોલર્સ ક્લબ માટે રમી રહ્યો છે. ૪૧ વર્ષનો લિયામ પ્લંકેટ કહે છે, ‘મને લાગે છે કે હું પ્રોફેશનલ બેઝબૉલ મૅચ રમનાર ઇંગ્લૅન્ડનો પહેલો ક્રિકેટર છું.’ ૨૦૦૫થી ૨૦૧૯ દરમ્યાન લિયામ પ્લંકેટે દેશ માટે ૧૩ ટેસ્ટ-મૅચમાં ૪૧ વિકેટ, ૮૯ વન-ડેમાં ૧૩૫ વિકેટ અને ૨૨ T20 મૅચમાં ૨૫ વિકેટ લીધી હતી.
