તેઓ છેલ્લાં ૩૧ વર્ષથી ICC મૅચ-રેફરી છે
રંજન મદુગલે
બુધવારે ભારત-શ્રીલંકાની ત્રીજી વન-ડે મૅચ પહેલાં ૬૫ વર્ષના ભૂતપૂર્વ શ્રીલંકન ક્રિકેટર રંજન મદુગલેને શ્રીલંકા ક્રિકેટ (SLC) અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વતી સ્મૃતિચિહ્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લાં ૩૧ વર્ષથી ICC મૅચ-રેફરી છે. તેઓ પુરુષોની ૪૦૦ વન-ડેમાં રેફરીની ભૂમિકા ભજવનાર પહેલી વ્યક્તિ બન્યા હતા. તેઓ અનેક વર્લ્ડ કપમાં મૅચ-રેફરી રહી ચૂક્યા છે.