૨૦૧૧થી કલકત્તા માટે આ ટુર્નામેન્ટમાં રમી રહેલો સુનીલ નારાયણ શિખર ધવન બાદ બીજો ખેલાડી બન્યો છે જે ૨૦૦મી IPL મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હોય.
મથીશા પથિરાના
કોલકાતા નાઇટ રાઇડર્સ માટે છેક શનિવારે શ્રીલંકન ફાસ્ટ બોલર મથીશા પથિરાના IPLમાં પહેલી મૅચ રમ્યો હતો. જોકે ગુજરાત ટાઇટન્સ સામે ૮ બૉલ ફેંકીને હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે તેણે મેદાનમાંથી બહાર જવું પડ્યું હતું. તેણે આઠ બૉલમાં ૯ રન આપ્યા હતા. ત્રણ મહિના બાદ મેદાન પર કમબૅક કરનાર આ યંગ બોલર ઇન્જરીને કારણે આગામી મૅચ રમી શકશે કે નહીં એની પુષ્ટિ નથી થઈ. આ ઘટનાને કારણે ચેન્નઈ સુપર કિંગ્સના આ ભૂતપૂર્વ બોલર અને કલકત્તાની સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર મજાક થઈ રહી છે. સોશ્યલ મીડિયા પર ક્રિકેટ-ફૅન્સ કમેન્ટ કરી રહ્યા છે, ‘મથીશાનો દરેક બૉલ ૨.૨૫ કરોડ રૂપિયામાં પડ્યો. મહિનાની રાહ જોયા પછીનો સૌથી ધીમો કૅમિયો. ઈજાગ્રસ્ત ખેલાડીઓ પર પૈસા ખર્ચવા કરતાં યુવાન અને ફિટ પ્રતિભામાં રોકાણ કરવું વધુ સારું છે.’
કલકત્તાએ ઈડન ગાર્ડન્સમાં IPL મૅચ રમવાની સેન્ચુરી પૂરી કરી
ADVERTISEMENT
શનિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ એક ગ્રાઉન્ડ પર ૧૦૦ મૅચ રમનાર IPLની બીજી ટીમ બની હતી. અગાઉ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૧૦૦ IPL મૅચ રમ્યું હતું. બૅન્ગલોરને હોમ-ગ્રાઉન્ડ પર ૧૦૧ IPL મૅચમાં ૪૯માં જીત અને ૪૭માં હાર મળી છે. એક મૅચ ટાઈ થઈ હતી અને ચાર મૅચ નો-રિઝલ્ટ રહી હતી. કલકત્તાને ઈડન ગાર્ડન્સમાં ૧૦૦ IPL મૅચમાં પંચાવનમાં જીત અને ૪૨માં હાર મળી હતી. બે મૅચ નો-રિઝલ્ટ રહી છે.
IPLમાં બે વખત ૧૦થી વધુ સિક્સર ફટકારનાર પ્રથમ રાઇટ-હૅન્ડેડ બૅટર બન્યો ફિન ઍલન
સુનીલ નારાયણ ૨૦૦મી IPL મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો
ગુજરાત ટાઇટન્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સનો અનુભવી સ્પિનર સુનીલ નારાયણ પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો હતો. હાઈ-સ્કોરિંગ મૅચમાં તેણે ૭.૨૦ના ઇકૉનૉમી-રેટથી ૪ ઓવરમાં ૨૯ રન આપીને બે વિકેટ લીધી હતી. ૧૮મી વખત IPLમાં મૅચનો હીરો બનેલો સુનીલ નારાયણ ઈડન ગાર્ડન્સમાં ૮ વર્ષ બાદ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ૩૭ વર્ષનો આ ભૂતપૂર્વ કૅરિબિયન ઑલરાઉન્ડર IPLમાં ૨૦૦મી મૅચ રમનાર પહેલો વિદેશી ખેલાડી બન્યો છે. અગાઉ ૧૨ ભારતીય ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ૨૦૦થી વધુ મૅચ રમ્યા છે. ૨૦૧૧થી કલકત્તા માટે આ ટુર્નામેન્ટમાં રમી રહેલો સુનીલ નારાયણ શિખર ધવન બાદ બીજો ખેલાડી બન્યો છે જે ૨૦૦મી IPL મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હોય.
