Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઝીરોની હૅટ-ટ્રિક કરનાર અભિષેક શર્માને મોટિવેશનલ સ્પીચ આપતો જોઈ ઈશાન કિશન માંડ-માંડ હસવાનું રોકી શક્યો

ઝીરોની હૅટ-ટ્રિક કરનાર અભિષેક શર્માને મોટિવેશનલ સ્પીચ આપતો જોઈ ઈશાન કિશન માંડ-માંડ હસવાનું રોકી શક્યો

Published : 22 February, 2026 10:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દરેક મૅચ દરમ્યાન આપણી એનર્જી મહત્ત્વપૂર્ણ રહી છે. આ જ રીતે આગળની દરેક મૅચનો આનંદ માણતા રહીશું. અને અંતે જો બોલે સો નિહાલ... સત શ્રી અકાલ.’ તેની સ્પીચના અંતે ટીમના દરેક સભ્યના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.

ઝીરોની હૅટ-ટ્રિક કરનાર અભિષેક શર્માને મોટિવેશનલ સ્પીચ આપતો જોઈ ઈશાન કિશન માંડ-માંડ હસવાનું રોકી શક્યો

ઝીરોની હૅટ-ટ્રિક કરનાર અભિષેક શર્માને મોટિવેશનલ સ્પીચ આપતો જોઈ ઈશાન કિશન માંડ-માંડ હસવાનું રોકી શક્યો


સાઉથ આફ્રિકાની સામે T20 વર્લ્ડ કપ 2026ની સુપર 8ની ટક્કર પહેલાં ટીમ ઇન્ડિયા તરફથી એક રસપ્રદ વિડિયો સામે આવ્યો છે. પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ઓપનર અભિષેક શર્માને ટીમને મોટિવેટ કરવાની જવાબદારી આપી હતી. ઝીરોની હૅટ-ટ્રિક કરનાર અભિષેક શર્માને મોટિવેશનલ સ્પીચ આપતાં જોઈને તેનો સાથી ઓપનર ઈશાન કિશન માંડ-માંડ હસવાનું રોકી શક્યો હતો. અભિષેક શર્માએ પોતાની મોટિવેશનલ સ્પીચ દરમ્યાન કહ્યું હતું કે ‘હમણાં સુધીની તમામ મૅચોમાં આપણે ચૅમ્પિયન તરીકે રમ્યા છીએ. આપણે એ જ લય જાળવી રાખીને એકબીજાના પ્રદર્શનનો આનંદ માણવાનો છે. દરેક મૅચ દરમ્યાન આપણી એનર્જી મહત્ત્વપૂર્ણ રહી છે. આ જ રીતે આગળની દરેક મૅચનો આનંદ માણતા રહીશું. અને અંતે જો બોલે સો નિહાલ... સત શ્રી અકાલ.’ તેની સ્પીચના અંતે ટીમના દરેક સભ્યના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.

 જેઓ અભિષેકના ફૉર્મ વિશે ચિંતિત છે તેમના વિશે મને ચિંતા છે. હજી અભિષેક શર્માએ એક પણ રન નથી કર્યો, પરંતુ હું આગામી મૅચોમાં હરીફ ટીમના શું હાલ થશે એના વિશે વિચારી રહ્યો છું. - ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવ


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK