પ્લેયર્સ ફક્ત રીહૅબ માટે જ નહીં, થોડાં અઠવાડિયાંની ટ્રેઇનિંગ માટે પણ અહીં આવવાની ઇચ્છા રાખે છે. અવિશ્વસનીય સુવિધા છે
સૂર્યકુમાર યાદવ
ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે BCCIના સેન્ટર ઑફ એક્સલન્સથી પોતાની ફિટનેસની અપડેટ આપી હતી. સર્જરી બાદ છ અઠવાડિયાંના રીહૅબ બાદ ફિટ થયેલા સૂર્યાએ કહ્યું કે ‘હું હવે સારું અનુભવી રહ્યો છું. પાંચ-છ અઠવાડિયાં થઈ ગયાં છે. હું ખરેખર સારું અનુભવી રહ્યો છું. મેં એને મારા શ્રેષ્ઠ ફૉર્મમાં પાછા આવવાની તક તરીકે જોયું છે.’
તેણે વધુમાં કહ્યું કે ‘સેન્ટર ઑફ એક્સલન્સની આ જગ્યા ખૂબ મોટી છે. અહીં જિમમાં એકસાથે ૩૦-૩૫થી વધુ લોકો ટ્રેઇનિંગ લઈ શકે છે. મેં ખરેખર અહીં મોટા ભાગનાં સાધનોનો ઉપયોગ કર્યો છે. કેટલાંક નવાં સાધનો રમતવીરોના દૃષ્ટિકોણથી ખરેખર ખૂબ ઉપયોગી છે. પ્લેયર્સ ફક્ત રીહૅબ માટે જ નહીં, થોડાં અઠવાડિયાંની ટ્રેઇનિંગ માટે પણ અહીં આવવાની ઇચ્છા રાખે છે. અવિશ્વસનીય સુવિધા છે અને એ મેં ખરેખર કરીઅરના લાંબા સમયમાં જોયેલી શ્રેષ્ઠ સુવિધા છે.’

