તેણે પત્ની દેવિશા શેટ્ટી સાથે ધાર્મિક પૂજા અને મહાકાલની આરતીમાં પણ ભાગ લીધો હતો
કૅપ્ટન સૂર્યકુમાર યાદવ મહાકાલની નગરીમાં
ભારતનો T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ઑસ્ટ્રેલિયા ટૂર પહેલાં ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. તેણે પત્ની દેવિશા શેટ્ટી સાથે ધાર્મિક પૂજા અને મહાકાલની આરતીમાં પણ ભાગ લીધો હતો. પરંપરાગત પોશાકમાં મંદિરમાં પહોંચેલું આ કપલ નંદીના કાનમાં એકસાથે પોતાની મનોકામના માગતું જોવા મળ્યું હતું.

