Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > તિલક વર્માએ ૫૬ બૉલમાં અણનમ ૧૩૬ રન કરીને ૨૫૯ રનનો ટાર્ગેટ ચેઝ કરાવી આપ્યો

તિલક વર્માએ ૫૬ બૉલમાં અણનમ ૧૩૬ રન કરીને ૨૫૯ રનનો ટાર્ગેટ ચેઝ કરાવી આપ્યો

Published : 24 June, 2026 12:15 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં વારંગલ વૉરિયર્સે ૭ વિકેટ ગુમાવીને ૨૫૮ રન કર્યા હતા

ટીમના સાથી ખેલાડીઓ વચ્ચે જીતની શાનદાર ઉજવણી કરતો તિલક વર્મા

ટીમના સાથી ખેલાડીઓ વચ્ચે જીતની શાનદાર ઉજવણી કરતો તિલક વર્મા


બ્રિટનમાં T20 ટૂર માટે ઊપડતાં પહેલાં ભારતનો નવો T20 વાઇસ-કૅપ્ટન તિલક વર્મા ધમાકેદાર બૅટિંગ કરીને છવાઈ ગયો છે. શ્રીલંકામાં ત્રિકોણીય સિરીઝ જીતીને આવ્યાના એક દિવસ બાદ તેણે સોમવારે સાંજે તેલંગણ T20 લીગની પહેલી સીઝનમાં એક મૅચમાં હાજરી આપી હતી.

રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં વારંગલ વૉરિયર્સે ૭ વિકેટ ગુમાવીને ૨૫૮ રન કર્યા હતા. મેડક ફાલ્કન્સ માટે ત્રીજા ક્રમે રમીને તિલક વર્માએ ૧૪ ફોર અને ૮ સિક્સના આધારે ૫૬ બૉલમાં અણનમ ૧૩૬ રન ફટકારીને ૧૯.૪ ઓવરમાં ૨૫૯ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ટીમને ત્રણ વિકેટે જીત અપાવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2026 12:15 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK