રંગોલી વાઇકિંગ્સે ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો
ફાઇલ તસવીર
શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત ટી. કે. રુબી VPL-T20 2026માં ગઈ કાલે બે રોમાંચક લીગ મૅચમાં ટૉપ-ટેન્સ લાયન્સ અને RSS વૉરિયર્સે જીત મેળવી હતી. ૪-૪ હાર બાદ ટૉપ-ટેન્સ લાયન્સે સીઝનમાં પહેલી વાર જીતનો સ્વાદ ચાખ્યો હતો, જ્યારે RSS વૉરિયર્સ સતત ૩ હાર બાદ જીતી શક્યું હતું. રંગોલી વાઇકિંગ્સે ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો.
મૅચ – ૧૯ઃ RSS વૉરિયર્સ (૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૬૦ રન – દર્શક નંદુ ૧૬ રનમાં ૩૩, અંકિત સત્રા ૨૧ બૉલમાં ૨૮, રોનક ગાલા ૩૨ બૉલમાં ૨૫ અને દીક્ષિત ગાલા ૧૫ બૉલમાં ૨૪ રન. પ્રથમ ગાલા અને અમલ ગડા બે-બે અને જિગર બુરિચા એક વિકેટ)નો રંગોલી વાઇકિંગ્સ (૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૨૯ રન – વિરલ શાહ ૨૬ બૉલમાં ૫૮, નીરવ નિશર ૧૯ બૉલમાં ૧૮ અને વિરલ સાવલા ૧૮ બૉલમાં ૧૪ રન. મિહિર બૌવા ૪, વિવેક ગાલા બે અને રોમિલ શાહ તેમ જ પારસ વિસરિયા એક-એક વિકેટ) સામે ૩૧ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : RSS વૉરિયર્સનો મિહિર બૌવા (૧૮ રન અને ચાર વિકેટ).
ADVERTISEMENT
મૅચ – ૨૦ : જૉલી જૅગ્વાર્સ (૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૨૩ ૨ન – કપિલ ખિરાણી ૩૭ બૉલમાં ૩૨, અભિક ગડા ૨૧ બૉલમાં ૩૦, સાગર ગાલા ૩૪ બૉલમાં ૨૭ અને નિસર્ગ છેડા ૧૨ બૉલમાં ૧૮ રન. ભાવિક ગિન્દરા ૩ અને દીપક શાહ એક વિકેટ) સામે ટૉપ-ટેન્સ લાયન્સ (૧૩.૩ ઓવરમાં ૪ વિકેટે ૧૨૪ રન – વિરલ કારિયા ૧૯ બૉલમાં ૩૫, કુણાલ ગડા ૨૨ બૉલમાં ૨૭ અને દીપક શાહ ૧૪ બૉલમાં ૨૪ રન. નિસર્ગ છેડા બે તથા માનવ ગાલા અને હિમાંશુ શાહ એક-એક વિકેટ)નો ૬ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ ટૉપ-ટેન્સ લાયન્સનો ભાવિક ગિન્દરા (૩ વિકેટ અને અણનમ ૬ રન).
હવે આવતા બુધવારે સવારે જૉલી જૅગ્વાર્સ v/s RSS વૉરિયર્સ તથા બપોરે રંગોલી વાઇકિંગ્સ v/s ટૉપ-ટેન્સ લાયન્સ વચ્ચે ટક્કર જામશે.
