Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અપહરણના નામે આખું ગામ માથે લીધા પછી ખબર પડી કે યુવતી પોતે જ ભાગી હતી

અપહરણના નામે આખું ગામ માથે લીધા પછી ખબર પડી કે યુવતી પોતે જ ભાગી હતી

Published : 19 February, 2026 06:47 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુણે જિલ્લાના ભિગવણનો બનાવ : લગ્નના ૪ દિવસ પહેલાં હિન્દુ યુવતી પાડોશી મુસ્લિમ સાથે ભાગી ગઈ, ગામલોકોએ અપહરણ માનીને હાઇવે જૅમ કર્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પુણે જિલ્લાના ઇન્દાપુર તાલુકાના ભિગવણમાં પોતાનાં લગ્ન માટે ખરીદી કરવા ગયેલી એક હિન્દુ યુવતીનું ધોળા દિવસે મુસ્લિમ યુવાનો દ્વારા અપહરણ થયું હોવાના સમાચાર ચમક્યા હતા. ટૂ-વ્હીલર પર આવેલા બે યુવાનો યુવતીની મમ્મી અને ભાઈની આંખોમાં મરચાંની ચટણી નાખીને યુવતીને ઉપાડી ગયા હતા અને આ મામલો એવો ગરમાયો હતો કે પુણે-સોલાપુર હાઇવે ચક્કા-જૅમ કરવામાં આવ્યો અને સેંકડો લોકોએ પોલીસ-સ્ટેશન સામે પ્રદર્શન કર્યું. બે દિવસ ચાલેલા ડ્રામા બાદ ગઈ કાલે યુવતીએ એક વિડિયો શૅર કરીને પોતાની મરજીથી યુવક સાથે ગઈ હોવાની સ્પષ્ટતા કરી હતી.

૨૧ વર્ષની હિન્દુ યુવતીના અપહરણથી આખું ગામ સ્તબ્ધ હતું. મંગળવારે બનેલી આ ઘટના બદલ સ્થાનિક લોકો અને હિન્દુ જન આક્રોશ નિષેધ મોરચાએ વિરોધ દર્શાવ્યો છે. પોલીસની ૬ ટીમ યુવતીની શોધમાં લાગી હતી ત્યારે મુસ્લિમ સાથે યુવતી પોતે જ ભાગી ગઈ હોવાની જાણ થતાં લોકો ઉશ્કેરાયા હતા. જોકે હિન્દુ સંગઠનના લોકોએ યુવકે જબરદસ્તીથી વિડિયો બનાવડાવ્યો હોવાનો દાવો કર્યો હતો.



પોલીસના જણાવ્યા મુજબ બન્ને એકબીજાને બાળપણથી ઓળખે છે અને છેલ્લા એક મહિનાથી એકબીજા સાથે સતત ફોન પર સંપર્કમાં હતાં. યુવતીનાં બાવીસ તારીખે લગ્ન હોવાને કારણે પરિવાર ચિંતામાં હતો.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 06:47 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK