ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા શૅર કરવામાં આવેલા વિડિયોમાં અભિષેક શર્માએ ખુલાસો કર્યો હતો કે ‘વૈભવ નેટ્સમાં લાંબા સમય સુધી બૅટિંગ-પ્રૅક્ટિસ કરે છે. જો અમારી પાસે બૅટિંગ-પ્રૅક્ટિસ માટે બે નેટ્સ હોય તો એક અમારે વૈભવને જ આપી દેવી પડે છે.
વૈભવ સૂર્યવંશી
ભારતના ૧૫ વર્ષના ધુરંધર બૅટર વૈભવ સૂર્યવંશીએ પહેલી વખત T20 બૅટર્સ રૅન્કિંગમાં ટૉપ ફિફ્ટીમાં એન્ટ્રી મારી છે. ૯ સ્થાનની છલાંગ મારીને વૈભવ સૂર્યવંશીએ ૫૪૩ રેટિંગ સાથે ૪૫મો ક્રમ મેળવ્યો છે. ભારત માટે ૧૦ T20 મૅચમાં તેણે બે ફિફ્ટીની મદદથી ૨૯૫ રન કર્યા છે.
ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા શૅર કરવામાં આવેલા વિડિયોમાં અભિષેક શર્માએ ખુલાસો કર્યો હતો કે ‘વૈભવ નેટ્સમાં લાંબા સમય સુધી બૅટિંગ-પ્રૅક્ટિસ કરે છે. જો અમારી પાસે બૅટિંગ-પ્રૅક્ટિસ માટે બે નેટ્સ હોય તો એક અમારે વૈભવને જ આપી દેવી પડે છે. સંજુ સૅમસને પણ પોતાનો ઓપનિંગ સ્પૉટ છોડીને ત્રીજા ક્રમે બૅટિંગ કરી. આ સાબિતી છે કે તમામ પ્લેયર્સ પોતાના માટે નહીં પણ ટીમની જીત માટે રમે છે.’
