અગાઉની તમામ ૪૨ T20 મૅચોમાં ઓપનિંગ કરનાર વૈભવ આ વખતે સંજુ સૅમસન આઉટ થયા બાદ મેદાનમાં ઊતર્યો હતો. તેણે ૮ બોલમાં ૪ રન બનાવ્યા હતા. ન્યુ ઝીલૅન્ડના નૅથન સ્મિથના બૉલ પર ડૅરિલ મિચલે તેને કૅચઆઉટ કર્યો હતો.
વૈભવ સૂર્યવંશી
શનિવારે ક્રાઇસ્ટચર્ચમાં ન્યુ ઝીલૅન્ડ સામેની ભારતની બીજી T20 મૅચમાં ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીએ તેની T20 કરીઅરમાં પ્રથમ વખત ત્રીજા ક્રમે બૅટિંગ કરી હતી. એશિયન ગેમ્સ પછી સતત બેન્ચ પર બેઠા પછી ઈશાન કિશનની ઇન્જરીને કારણે વૈભવ સૂર્યવંશીને આ તક મળી હતી.
અગાઉની તમામ ૪૨ T20 મૅચોમાં ઓપનિંગ કરનાર વૈભવ આ વખતે સંજુ સૅમસન આઉટ થયા બાદ મેદાનમાં ઊતર્યો હતો. તેણે ૮ બોલમાં ૪ રન બનાવ્યા હતા. ન્યુ ઝીલૅન્ડના નૅથન સ્મિથના બૉલ પર ડૅરિલ મિચલે તેને કૅચઆઉટ કર્યો હતો.
T20 ક્રિકેટમાં વૈભવ સૂર્યવંશીએ પહેલા ક્રમે બૅટિંગ કરીને ૧૨ ઇનિંગ્સમાં ૧ સદીની મદદથી ૨૦૨.૯૬ના સ્ટ્રાઇક-રેટથી ૪૭૯ રન કર્યા છે. બીજા ક્રમે બૅટિંગ કરતાં સમયે તેણે ૨૧૯.૭૮ના સ્ટ્રાઇક-રેટથી ૩ સદીના આધારે ૧૨૪૪ રન કર્યા છે.
