Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નૉકઆઉટ મૅચમાં વિરાટના ૪૩ રન એટલે ટીમની જીત પાકી

નૉકઆઉટ મૅચમાં વિરાટના ૪૩ રન એટલે ટીમની જીત પાકી

Published : 28 May, 2026 02:50 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‍ગઈ સીઝનની ફાઇનલમાં તેમ જ ૨૦૧૩માં ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં કિંગ કોહલી આ જ સ્કોર પર આઉટ થયા બાદ ટીમ ચૅમ્પિયન બની હતી

અનુષ્કા શર્મા મંગળવારે ધરમશાલામાં મૅચ દરમ્યાન સતત જાપ કરતી જોવા મળી હતી. સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં તેના જમણા હાથમાં જાપ કાઉન્ટર રિંગ સ્પષ્ટ દેખાતી હતી.

અનુષ્કા શર્મા મંગળવારે ધરમશાલામાં મૅચ દરમ્યાન સતત જાપ કરતી જોવા મળી હતી. સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં તેના જમણા હાથમાં જાપ કાઉન્ટર રિંગ સ્પષ્ટ દેખાતી હતી.


મંગળવારે ધરમશાલામાં ક્વૉલિફાયર 1માં ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ગુજરાત ટાઇટન્સને ૯૨ રનથી કચડીને સતત બીજા વર્ષે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ મૅચમાં અનેક શાનદાર પર્ફોર્મન્સ જોવા મળ્યા હતા પણ વિરાટ કોહલીના સ્કોરને લીધે ચાહકો વિશેષ ગેલમાં છે. વિરાટે સેન્ચુરી કે હાફ-સેન્ચુરી નહોતી ફટકારી પણ તેણે ૨૫ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૪૩ રન બનાવ્યા હતા. કોઈ ટુર્નામેન્ટની નૉકઆઉટ કે પ્લેઑફ મૅચમાં વિરાટે ૪૩ રન બનાવ્યા હોય અને ટીમ વિજયી થઈ હોય એવું ત્રીજી વાર બન્યું હતું. આ પહેલાં ગઈ સીઝનની ફાઇનલમાં પંજાબ સામે વિરાટ ૩૫ બૉલમાં ૪૩ રન બનાવીને આઉટ થઈ ગયો હતો અને ટીમ ચૅમ્પિયન બની ગઈ હતી. એ પહેલાં ૨૦૧૩માં ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે પણ વિરાટ ૩૪ બૉલમાં ૪૩ રન બનાવીને આઉટ થયો અને ટીમ ચૅમ્પિયન બની હતી. હવે ચાહકો રવિવારે ફાઇનલમાં વિરાટની સેન્ચુરી કે હાફ સેન્ચુરીની નહીં પણ તે ૪૩ રન બનાવીને આઉટ થાય એવી પ્રાર્થના કરતા જોવા મળે તો નવાઈ નહીં. 


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2026 02:50 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK