તેની સાથે ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર, ફીલ્ડિંગ કોચ ટી. દિલીપ અને આંધ્ર ક્રિકેટ અસોસિએશન (ACA) સ્ટાફ પણ સુરક્ષા જવાનો સાથે મંદિરમાં પહોંચ્યા હતા
વિશાખાપટનમના શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં વિરાટ કોહલી
સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ધમાકેદાર પ્રદર્શન કર્યા બાદ ગઈ કાલે વિરાટ કોહલીએ ધાર્મિક વિઝિટ કરી હતી. તેણે આંધ્ર પ્રદેશના વિશાખાપટનમના સિંહાચલમ હિલમાં સ્થિતિ શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. તેની સાથે ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર, ફીલ્ડિંગ કોચ ટી. દિલીપ અને આંધ્ર ક્રિકેટ અસોસિએશન (ACA) સ્ટાફ પણ સુરક્ષા જવાનો સાથે મંદિરમાં પહોંચ્યા હતા.
વિરાટ મંદિરમાં સ્થિત કપ્પા સ્તંભ (પવિત્ર સ્તંભ)ને પરંપરા અનુસાર ભેટી પડ્યો અને પછી મુખ્ય દેવતાનાં દર્શન કરીને ખાસ પ્રાર્થના કરી. દર્શન પછી વૈદિક વિદ્વાનોએ વૈદિક મંત્રો સાથે તમામને વૈદિક આશીર્વાદ આપ્યા હતા. સિંહચલમ દેવસ્થાનમ દ્વારા વિરાટને ખાસ વસ્ત્ર, દેવતાનો ફોટો અને પ્રસાદ આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં કોહલીને જોઈને ઘણા ભક્તો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.


