ઝિમ્બાબ્વેમાં ભારતીય T20 ટીમનું કોચિંગ કરનાર વી.વી.એસ. લક્ષ્મણ કહે છે...૬ મહિનામાં જ વૈભવ સૂર્યવંશીની મૅચ્યોરિટી આસમાનને આંબી ગઈ
વૈભવ સૂર્યવંશી અને વીવીએસ લક્ષ્મણ
૬ મહિનામાં જ વૈભવ સૂર્યવંશીની મૅચ્યોરિટી આસમાનને આંબી ગઈ
વૈભવ સૂર્યવંશી ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં ચમક્યો હતો. ત્રીજી મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચની સાથે સિરીઝમાં સૌથી વધુ ૧૫૧ રન ફટકારવા બદલ વૈભવ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તે મેન્સ ઇન્ટરનૅશનલમાં ફુલ મેમ્બર ટીમો વચ્ચે આ અવૉર્ડ જીતનાર યંગેસ્ટ ખેલાડી બન્યો હતો.
ઝિમ્બાબ્વે સામેની સિરીઝ માટે કોચ વી.વી.એસ. લક્ષ્મણ ૧૫ વર્ષના વૈભવ વિશે કહે છે, ‘વૈભવ વિશે મને આ જ વાત ખૂબ ગમે છે. દરેક અનુભવ, દરેક મૅચ સાથે તે વસ્તુઓને સમજે છે, એનું મૂલ્યાંકન કરે છે અને સુધારો કરે છે. મને લાગે છે કે તે ફક્ત મૅચ જ નહીં પરંતુ દરેક પ્રૅક્ટિસ-સેશનની પણ સંપૂર્ણ સમીક્ષા કરે છે. તેની પાસે દરરોજ સુધારો કરવાનો અભિગમ અને માનસિકતા છે. મને વિશ્વાસ છે કે તે ઇન્ટરનૅશનલ સ્તરે બધા રેકૉર્ડ તોડશે. તેની પાસે આવું કરવાની ક્ષમતા છે. વૈભવ સૂર્યવંશીની મૅચ્યોરિટી ૬ મહિનામાં જ આસમાનને આંબી ગઈ છે.’
વી.વી.એસ. લક્ષ્મણે અંતે કહ્યું કે ‘મને લાગે છે કે આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણી ક્રિકેટ ઇકોસિસ્ટમમાં આટલી ઊંડાઈ છે. આગામી પાંચથી દસ વર્ષ માટે આપણી પાસે કેટલાક જબરદસ્ત ખેલાડીઓ છે જે ભારતીય ક્રિકેટને આગળ લઈ જશે.’
