Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, વેસ્ટઇન્ડીઝના પ્લેયર્સ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ્સની વ્યવસ્થા

સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, વેસ્ટઇન્ડીઝના પ્લેયર્સ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ્સની વ્યવસ્થા

Published : 08 March, 2026 09:33 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલી માર્ચથી ભારતમાં જ રહેલા કૅરિબિયન પ્લેયર્સને ઘરવાપસી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. હેડ કોચ ડૅરેન સૅમી બાદ હવે વેસ્ટ ઇન્ડીઝના બૅટર શિમરન હૅટમાયર અને સ્પિનર અકીલ હુસેને કંટાળીને ઝડપથી ઘરે પાછા ફરવા માટે અપીલ કરી હતી.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા લશ્કરી સંઘર્ષને કારણે હવાઈ મુસાફરીમાં વિક્ષેપોને કારણે ICCએ ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમોની ઘરવાપસી માટે ચાર્ટર્ડ ફ્લાઇટ્સનું આયોજન કર્યું છે. ગુરુવારે ભારત સામે સેમી-ફાઇનલ હારી ગયા બાદ ઇંગ્લૅન્ડની ટીમ શનિવારે સાંજે મુંબઈથી રવાના થઈ હોવાના અહેવાલ હતા, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકાની ટીમ કલકત્તાથી અલગ ચાર્ટર્ડ ફ્લાઇટ લેશે. કેશવ મહારાજ સહિતના કેટલાક સાઉથ આફ્રિકન પ્લેયર્સ આગામી લિમિટેડ ઓવર્સની સિરીઝ માટે ન્યુ ઝીલૅન્ડ રવાના થશે. 

હેડ કોચ બાદ કૅરિબિયન પ્લેયર્સે રોષ વ્યક્ત કર્યો 



પહેલી માર્ચથી ભારતમાં જ રહેલા કૅરિબિયન પ્લેયર્સને ઘરવાપસી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. હેડ કોચ ડૅરેન સૅમી બાદ હવે વેસ્ટ ઇન્ડીઝના બૅટર શિમરન હૅટમાયર અને સ્પિનર અકીલ હુસેને કંટાળીને ઝડપથી ઘરે પાછા ફરવા માટે અપીલ કરી હતી. શિમરન હૅટમાયરે રડવાનું ઇમોજી શૅર કરીને લખ્યું હતું કે હું મારી ફૅમિલીને ખૂબ મિસ કરી રહ્યો છું. અકીલ હુસેને લખ્યું હતું કે આ સમયે મારા માટે વધુ સારું એ રહેશે કે હું ફુટબૉલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડોને કહું કે તારા પ્રાઇવેટ જેટ સાથે કોઈને મોકલ અને અમને બચાવ. 


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2026 09:33 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK