શ્રીલંકા બીજી ઇનિંગ્સમાં ૧૦૧ રનમાં ઑલઆઉટ, કૅરિબિયન ટીમ એક ઇનિંગ્સ અને ૨૧૭ રને જીતી
આમિર જંગૂ ૨૩૩ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો
બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચમાં શ્રીલંકા સામે યજમાન વેસ્ટ ઇન્ડીઝે એક ઇનિંગ્સ અને ૨૧૭ રનથી જીત નોંધાવી હતી.
વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ૭ હાર અને એક ડ્રૉ મૅચ બાદ કૅરિબિયન ટીમે પહેલી જીત મેળવી છે.
ADVERTISEMENT
પહેલી ઇનિંગ્સમાં ૩૦૮ રન કરનાર શ્રીલંકા ચોથા દિવસે બીજી ઇનિંગ્સમાં ૩૧.૨ ઓવરમાં ૧૦૧ રન કરીને ઑલઆઉટ થયું હતું.
વેસ્ટ ઇન્ડીઝે પોતાની પહેલી ઇનિંગ્સમાં ૧૬૦.૫ ઓવરમાં ૬૨૬-૯નો સ્કોર કર્યો હતો.
