Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૅરિબિયનોએ પાંચ વિકેટ ગુમાવીને ૨૩૯ રન કર્યા

કૅરિબિયનોએ પાંચ વિકેટ ગુમાવીને ૨૩૯ રન કર્યા

Published : 04 August, 2026 04:01 PM | IST | Trinidad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેસ્ટ ઇન્ડીઝ-પાકિસ્તાનની બીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે વરસાદને લીધે ૭૪ ઓવર રમાઈ

જસ્ટિન ગ્રીવ્સ

જસ્ટિન ગ્રીવ્સ


પોર્ટ ઑફ સ્પેનમાં ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન વચ્ચે બીજી ટેસ્ટ-મૅચ શરૂ થઈ છે. પહેલા દિવસે વરસાદને કારણે ૯૦ ઓવરને બદલે ૭૪ ઓવરની જ રમત રમાઈ હતી. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર યજમાન કૅરિબિયન ટીમે પાંચ વિકેટ ગુમાવીને ૨૩૯ રન કર્યા હતા. ઓપનર બ્રેન્ડન કિંગે ૫૦ બૉલમાં ૯ ફોરની મદદથી ૪૬ રન કર્યા હતા. જસ્ટિન ગ્રીવ્સ ૧૨૫ બૉલમાં ૮ ફોરની મદદથી ૬૪ રન કરીને અણનમ રહ્યો હતો. કૅપ્ટન રૉસ્ટન ચેઝ ૭૦ બૉલમાં 36 રન કરીને પહેલા દિવસના અંત સુધી ક્રીઝ પર રહ્યો હતો. પાકિસ્તાનના પેસ બોલર મોહમ્મદ અલીએ ૧૭ ઓવરમાં ૪૯ રન આપીને બે વિકેટ લીધી હતી. સ્પિનર્સ અલી ઉસ્માન અને સાજિદ ખાન સહિત ફાસ્ટ બોલર ઉબેદ શાહને એક-એક વિકેટ મળી હતી.

પહેલી ટેસ્ટ-મૅચમાં આઠ વિકેટ લેનાર મોહમ્મદ અબ્બાસને પાકિસ્તાને ડ્રોપ કર્યો



પહેલી ટેસ્ટ-મૅચ જીતનાર યજમાન કૅરિબિયન ટીમે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નહોતો.પહેલી ટેસ્ટ-મૅચમાં આઠ વિકેટ લેનાર ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસને બીજી મૅચમાં ડ્રોપ કરવામાં આવ્યો હતો.આ ચોંકવાનાર નિર્ણય વિશે બાબર આઝમે કહ્યું કે ‘આ નિર્ણય રમતની પરિસ્થિતિઓ અને સ્પિનરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 04:01 PM IST | Trinidad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK