Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં છઠ્ઠી કે નીચલા ક્રમની વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકૉર્ડ કર્યો કૅરિબિયનોએ

ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં છઠ્ઠી કે નીચલા ક્રમની વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકૉર્ડ કર્યો કૅરિબિયનોએ

Published : 29 June, 2026 12:02 PM | IST | Antigua
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં છઠ્ઠી કે નીચલા ક્રમની વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકૉર્ડ કર્યો કૅરિબિયનોએ

આમિર જંગૂએ ૨૩૩ રન અને રૉસ્ટન ચેઝે ૧૯૪ રન ફટકાર્યા હતા. બન્નેએ છઠ્ઠી વિકેટ માટે ૬૦૩ બૉલમાં ૪૦૧ રનની ઐતિહાસિક ભાગીદારી કરી હતી

આમિર જંગૂએ ૨૩૩ રન અને રૉસ્ટન ચેઝે ૧૯૪ રન ફટકાર્યા હતા. બન્નેએ છઠ્ઠી વિકેટ માટે ૬૦૩ બૉલમાં ૪૦૧ રનની ઐતિહાસિક ભાગીદારી કરી હતી


ઍન્ટિગામાં શરૂ થયેલી બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચ પર યજમાન કૅરિબિયનોએ પોતાની પકડ મજબૂત કરી છે. શ્રીલંકાએ પહેલી ઇનિંગ્સ દરમ્યાન ૩૦૮ રન કર્યા હતા. જવાબમાં ત્રીજા દિવસના અંત સુધીમાં વેસ્ટ ઇન્ડીઝે ૧૬૦.૫ ઓવરમાં ૬૨૬/૯ના સ્કોરે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરીને ૩૧૮ રનની જંગી લીડ મેળવી લીધી હતી.

વેસ્ટ ઇન્ડીઝના આમિર જંગૂ અને રૉસ્ટન ચેઝે ટેસ્ટ-ક્રિકેટમાં છઠ્ઠી કે નીચલા ક્રમની વિકેટ માટે અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી નોંધાવીને ઇતિહાસ રચ્યો હતો. બન્નેએ છઠ્ઠી વિકેટ માટે ૪૦૧ રનની પાર્ટનરશિપ કરી હતી. અગાઉનો રેકૉર્ડ ઇંગ્લૅન્ડના જૉની બેરસ્ટૉ અને બેન સ્ટોક્સના નામે હતો જેમણે ૨૦૧૬માં કેપટાઉનમાં સાઉથ આફ્રિકા સામે છઠ્ઠી વિકેટ માટે ૩૯૯ રનની ભાગીદારી કરી હતી.



ચોથા ક્રમે રમનાર આમિર જંગૂએ ૩૭૩ બૉલમાં ૧૯ ફોર અને ૩ સિક્સના આધારે ૨૩૩ રન કર્યા હતા. સાતમા ક્રમે રમીને કૅપ્ટન રૉસ્ટન ચેઝે ૩૨૪ બૉલમાં ૧૩ ફોર અને બે સિક્સની મદદથી ૧૯૪ રન કર્યા. શ્રીલંકાના મીડિયમ ફાસ્ટ બોલર મિલન પ્રિયનાથ રથનાયકે ૩૫.૫ ઓવરમાં ૧૨૪ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2026 12:02 PM IST | Antigua | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK