ભારત સામે ૧૭માંથી માત્ર ૩ T20 મૅચ જીત્યું છે પાકિસ્તાન
ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર, પાકિસ્તાની કૅપ્ટન ફાતિમા સના.
દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સાંજે ૮ વાગ્યે વિમેન્સ એશિયા કપ 2026ની નવમી મૅચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. બન્ને ટીમ હમણાં સુધી ટુર્નામેન્ટમાં અજેય રહી છે. ભારત સતત બે જીત સાથે સેમી-ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની છે. ગ્રુપ Aમાંથી થાઇલૅન્ડ અને હૉન્ગકૉન્ગની સરખામણીમાં પાકિસ્તાન સેમી-ફાઇનલિસ્ટ બનવાનું દાવેદાર છે.
૨૦૦૯થી ભારત અને પાકિસ્તાનની વિમેન્સ ટીમ વચ્ચે ૧૭ T20 મૅચ રમાઈ છે. એમાંથી ભારત ૧૪ મૅચ અને પાકિસ્તાન ત્રણ મૅચ જીત્યું છે. પાકિસ્તાનને ઑક્ટોબર ૨૦૧૨, માર્ચ ૨૦૧૬ અને ઑક્ટોબર ૨૦૨૨માં ભારત સામે આ ફૉર્મેટમાં જીત મળી હતી. વન-ડે ફૉર્મેટમાં ભારત આ હરીફ સામે ૧૨-૦નો મજબૂત રેકૉર્ડ ધરાવે છે.
|
વિમેન્સ એશિયા કપ 2026માં ગ્રુપ Aનું પૉઇન્ટ-ટેબલ |
|||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
નેટ રનરેટ |
|
ભારત |
૨ |
૨ |
૦ |
૪ |
+૫.૭૭૫ |
|
પાકિસ્તાન |
૧ |
૧ |
૦ |
૨ |
+૧.૭૫૦ |
|
થાઇલૅન્ડ |
૩ |
૧ |
૨ |
૨ |
-૨.૦૫૦ |
|
હૉન્ગકૉન્ગ |
૨ |
૦ |
૨ |
૦ |
-૩.૫૭૫ |
ADVERTISEMENT
T20 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન સાત વખત સામસામે રમ્યાં છે. ભારત એમાંથી છ મૅચ જીત્યું છે જ્યારે પાકિસ્તાન ૨૦૨૨માં એકમાત્ર મૅચ જીતી શક્યું હતું. દુબઈના સ્ટેડિયમમાં ભારત પાંચમાંથી માત્ર એક T20 મૅચ હાર્યું છે, જ્યારે પાકિસ્તાન ચાર T20 મૅચમાંથી એકમાત્ર મૅચ જીત્યું છે.
