Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એક દાયકા બાદ T20 વર્લ્ડ કપ મૅચ જીતી બંગલાદેશની મહિલા ટીમ

એક દાયકા બાદ T20 વર્લ્ડ કપ મૅચ જીતી બંગલાદેશની મહિલા ટીમ

Published : 04 October, 2024 10:44 AM | Modified : 04 October, 2024 10:49 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્કૉટલૅન્ડને ૧૬ રને હરાવીને યજમાન ટીમે કર્યો વિજયી પ્રારંભ

બંગલાદેશની સૌથી સફળ બોલર રિતુ મોની મોનીએ ચાર ઓવરમાં ૧૫ રન આપીને બે વિકેટ લીધી છે (ડાબે); એક દાયકા બાદ T20 વર્લ્ડ કપ મૅચ જીતીને ખૂબ જ ભાવુક થયેલી બંગલાદેશની કૅપ્ટન અને વિકેટકીપર નિગાર સુલતાના.

બંગલાદેશની સૌથી સફળ બોલર રિતુ મોની મોનીએ ચાર ઓવરમાં ૧૫ રન આપીને બે વિકેટ લીધી છે (ડાબે); એક દાયકા બાદ T20 વર્લ્ડ કપ મૅચ જીતીને ખૂબ જ ભાવુક થયેલી બંગલાદેશની કૅપ્ટન અને વિકેટકીપર નિગાર સુલતાના.


પહેલી વાર T20 વર્લ્ડ કપ રમી રહેલી સ્કૉટલૅન્ડની મહિલા ટીમને ૧૬ રને હરાવીને યજમાન બંગલાદેશી ટીમે વિજયી શરૂઆત કરી છે. બંગલાદેશે પહેલા બૅટિંગ કરીને ૭ વિકેટે ૧૧૯ રન બનાવ્યા હતા. ૧૨૦ રનના ટાર્ગેટ સામે બંગલાદેશી બોલર્સે સ્કૉટલૅન્ડની ટીમને ૭ વિકેટે ૧૦૩ રને રોકી દીધી હતી.  


ગઈ કાલની પહેલી મૅચમાં ડાબા હાથની મીડિયમ પેસ બોલર રિતુ મોની બંગલાદેશની સૌથી સફળ બોલર હતી. મોનીએ ચાર ઓવરમાં ૧૫ રન આપીને બે વિકેટ લીધી છે જેને કારણે તે પ્લેયર ઑફ ધ મૅચ બની છે. 



બંગલાદેશની મહિલા ટીમ માટે આ વિજય ખાસ હતો, કારણ કે આ ટીમે એક દાયકા બાદ T20 વર્લ્ડ કપમાં જીત મેળવી છે. એપ્રિલ ૨૦૧૪માં આ ટીમે આયરલૅન્ડને T20 વર્લ્ડ કપમાં છેલ્લી વાર હરાવ્યું હતું ત્યાર બાદની ૧૬ મૅચમાં બંગલાદેશી ટીમ જીત મેળવી શકી નહોતી. T20 વર્લ્ડ કપમાં આ ટીમની ઓવરઑલ ત્રીજી જીત છે. ૨૦૧૪માં શ્રીલંકા અને આયરલેન્ડને હરાવ્યા બાદ આ ટીમ ૨૦૨૪માં માત્ર સ્કૉટલૅન્ડને હરાવવામાં સફળ થઈ છે. 


આજે પહેલી મૅચ સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝની મહિલા ટીમ વચ્ચે ૩.૩૦ વાગ્યાથી રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2024 10:49 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK