પાકિસ્તાનના ક્રિકેટર્સને લાખોના પગાર સાથે બોર્ડની કમાણીમાંથી હિસ્સો પણ મળશે
પાકિસ્તાનના ક્રિકેટર્સ ભારત આવ્યા
બાબર આઝમના સુકાનમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમનું ગઈ કાલે હૈદરાબાદમાં ભારે સલામતી બંદોબસ્ત વચ્ચે આગમન થયું હતું. વર્લ્ડ કપ રમવા આવેલા આ ખેલાડીઓનો ૧૪ ઑક્ટોબરે અમદાવાદમાં ભારત સામે હાઈ વૉલ્ટેજ મુકાબલો છે. પાકિસ્તાનના ક્રિકેટર્સ સાત વર્ષે ભારત આવ્યા છે. તેઓ ગઈ કાલે વહેલી સવારે લાહોરથી રવાના થયા હતા. વાયા દુબઈ રાતે હૈદરાબાદ પહોંચ્યા જ્યાં તેઓ ઘણા દિવસ રહેશે.
પાકિસ્તાનના ક્રિકેટર્સને લાખોના પગાર સાથે બોર્ડની કમાણીમાંથી હિસ્સો પણ મળશે
ADVERTISEMENT
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓ વચ્ચેના મહિનાઓ જૂના કૉન્ટ્રૅક્ટના વિવાદનો અંત આવ્યો છે. પાકિસ્તાનની ટીમ ગઈ કાલે ભારત આવી એ પહેલાં જ તેમના બોર્ડે સમાધાન કરી નાખ્યું છે. ખેલાડીઓ સાથે પહેલી વાર ૧૨ મહિનાને બદલે ૩૬ મહિનાનો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ કરવામાં આવી રહ્યો છે. પ્લેયર્સના પગારમાં મોટો વધારો કરવા ઉપરાંત બોર્ડની કમાણીમાંથી તેમને ચોક્કસ પ્રમાણમાં (ત્રણ ટકા) હિસ્સો પણ અપાશે. ‘અે’ કૅટેગરીમાં બાબર આઝમ, રિઝવાન, શાહીન આફ્રિદી છે જેને (દરેકને) મહિને ૪૫ લાખ રૂપિયા મળશે. ‘બી’ કૅટેગરીના ખેલાડીઓ (ફખર, રઉફ, ઇમામ, નવાઝ, નસીમ શાહ અને શાદાબ)ને મહિને ૩૦ લાખ રૂપિયાનો પગાર મળશે.

