ભારત સામેની આગામી બે મૅચની ટેસ્ટ-સિરીઝ પહેલાં સાઉથ આફ્રિકાનો કૅપ્ટન ટેમ્બા બવુમા ફિટ થઈ ગયો છે.
ટેમ્બા બવુમા
ભારત સામેની આગામી બે મૅચની ટેસ્ટ-સિરીઝ પહેલાં સાઉથ આફ્રિકાનો કૅપ્ટન ટેમ્બા બવુમા ફિટ થઈ ગયો છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)નો વિજેતા કૅપ્ટન ટેમ્બા બવુમા પગની ઇન્જરીને કારણે ઘણા સમયથી ટેસ્ટ-ટીમમાંથી બહાર હતો. ભારત સામે ૧૪થી ૨૬ નવેમ્બર દરમ્યાન આયોજિત ટેસ્ટ-સિરીઝ પહેલાં ૩૫ વર્ષનો આ સ્ટાર પ્લેયર ઇન્ડિયા-A સામે પણ ટેસ્ટ-સિરીઝ રમશે. સાઉથ આફ્રિકાએ ગઈ કાલે ભારત સામેની ટેસ્ટ-સિરીઝ માટે જે સ્ક્વૉડ જાહેર કરી છે એમાં પાકિસ્તાન સામેની ડ્રૉ ટેસ્ટ-સિરીઝ રમનાર ઑલમોસ્ટ તમામ પ્લેયર્સને જાળવી રાખવામાં આવ્યા છે.
સાઉથ આફ્રિકાની ટેસ્ટ સ્ક્વૉડ: ટેમ્બા બવુમા (કૅપ્ટન), એઇડન માર્કરમ, રાયન રિકલ્ટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઇલ વરેન, ડેવાલ્ડ બ્રેવિસ, ઝુબેર હમઝા, ટોની ડી ઝોર્ઝી, કોર્બિન બૉશ, વિઆન મુલ્ડર, માર્કો યાન્સેન, કેશવ મહારાજ, સેનુરન મુથુસામી, કૅગિસો રબાડા, સાઇમન હાર્મર.


