મૅચમાં જાયસવાલ ૧૬ બૉલમાં ૧૫ રન બનાવીને આઉટ થઈ ગયો હતો
યશસ્વી જાયસવાલની ફાઇલ તસવીર
મંગળવારે પુણેમાં સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટની સુપર લીગ રાઉન્ડની રાજસ્થાન સામેની છેલ્લી મૅચ બાદ ઓપનર બૅટર યશસ્વી જાયસવાલને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. મૅચમાં જાયસવાલ ૧૬ બૉલમાં ૧૫ રન બનાવીને આઉટ થઈ ગયો હતો અને મૅચ દરમ્યાન તેને પેટમાં દુખાવો જણાયો અને મૅચ બાદ વધી જતાં પિંપરી-ચિંચવડમાં આવેલી આદિત્ય બિરલા હૉસ્પિટલમાં ચેક-અપ માટે લઈ જવામાં આવ્યો હતો. તપાસમાં તેને પેટમાં ઇન્ફેક્શન થયું હોવાનું જણાયું હતું. તેને દવા આપીને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.
આ મૅચ મુંબઈએ ૩ વિકેટે જીતી લીધી હતી, પણ નબળા રન-રેટને કારણે ફાઇનલમાં પ્રવેશ નહોતું કરી શક્યું.


