Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Yuzvendra Chahal Divorce: યુઝવેન્દ્ર ચહલ ધનશ્રીને ભરણપોષણ તરીકે આટલા કરોડ આપશે

Yuzvendra Chahal Divorce: યુઝવેન્દ્ર ચહલ ધનશ્રીને ભરણપોષણ તરીકે આટલા કરોડ આપશે

Published : 19 March, 2025 07:09 PM | Modified : 19 March, 2025 07:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Yuzvendra Chahal Divorce: કરારની શરતો મુજબ ચહલે તેની પત્ની ધનશ્રીને 4.75 કરોડ રૂપિયા ભથ્થું આપવા માટે સંમતિ તો આપી જ દીધી છે. ચહલે 2.37 કરોડ રૂપિયા ચુકવ્યા છે.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની ફાઇલ તસવીર

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની ફાઇલ તસવીર


બોમ્બે હાઈકોર્ટે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીની છૂટાછેડા અરજી (Yuzvendra Chahal Divorce) ઝડપી બનાવવાનો આદેશ આપ્યો, ક્રિકેટર 4.75 કરોડ રૂપિયા ભરણપોષણ ચૂકવવા સંમત થયો. ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માને લઈને મહત્વના અપડેટ સામે આવ્યા છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ અનુસાર આ દંપતીને છૂટાછેડા પછી 6 મહિનાનો ફરજિયાત રાહ જોવાનો સમયગાળો માફ કરવાની મંજૂરી આપવામાં આવી છે. 


આ સાથે જ ફેમિલી કોર્ટ દ્વારા યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની છૂટાછેડાની અરજી પર 20 માર્ચ સુધીમાં નિર્ણય લેવામાં આવી શકે છે. આ ઉપરાંત યુઝવેન્દ્ર ચહલે પત્ની ધનશ્રી વર્માને છૂટાછેડા માટે 4.75 કરોડ રૂપિયા પણ આપવા પડશે એવી પણ વાત પણ સામે આવી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ આપવાની રકમમાંથી યુઝવેન્દ્ર ચહલે 2.37 કરોડ રૂપિયા ધનશ્રીને ઓલરેડી ચૂકવી દીધા છે. બાકીની રકમ છૂટાછેડા પછી ચૂકવવી પડશે. 



કરારની શરતો મુજબ ચહલે તેની પત્ની ધનશ્રીને 4.75 કરોડ રૂપિયા ભથ્થું (Yuzvendra Chahal Divorce) આપવા માટે સંમતિ તો આપી જ દીધી છે. હવે જેટલી પણ રકમ આપવાની બાકી રહે છે એ બાકીની રકમની ચુકવણી ન કરવાને કારણે કોર્ટે અને ગેરઅનુપાલનનો કેસ તરીકે ઓળખાવીને કૂલિંગ ઓફ પિરિયડ માટેની અરજીને ફગાવી દીધી છે. ફેમિલી કાઉન્સેલરના અહેવાલની તપાસ કર્યા પછી ફેમિલી કોર્ટે આ નિર્ણય લીધો હતો.


જોકે, આ પહેલા એવી પણ અફવા ઊડી હતી કે ચહલે ધનશ્રીને 60 કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ બાદમાં આ સમાચાર ખોટા સાબિત થયા હતા. ધનશ્રીના પરિવારે પણ આ વાતને નકારી કાઢી હતી.

તમને જણાવી દઈએ કે ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal Divorce) લાંબા સમયથી એકબીજા સાથે નથી રહેતા અને છૂટાછેડાનો કેસ ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે. બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર હાઈકોર્ટના ન્યાયાધીશ માધવ જામદારે આદેશ આપ્યો હતો કે ચહલની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ભાગીદારીને ધ્યાનમાં રાખીને ફેમિલી કોર્ટે આવતીકાલ સુધીમાં છૂટાછેડાની અરજી પર નિર્ણય લેવો પડશે. હિંદુ મેરેજ એક્ટની કલમ 13 બી હેઠળ, છૂટાછેડા માટે છ મહિનાનો કૂલ-ઓફ સમયગાળો આપવામાં આવે છે. ધનશ્રી વર્માએ આ સમયગાળાને માફ કરવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેથી છૂટાછેડાનો નિર્ણય ટૂંક સમયમાં થઈ શકે. ધનશ્રી અને ચહલ છેલ્લા દોઢ વર્ષથી અલગ રહે છે અને આને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ આદેશ આપ્યો હોવાનું સામે આવ્યું છે.


Yuzvendra Chahal Divorce: આજે બોમ્બે હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે દંપતી પહેલેથી છેલ્લા દોઢ વર્ષથી અલગ રહી રહ્યા છે. ફેમિલી કોર્ટને ગુરુવાર સુધીમાં છૂટાછેડાની અરજી પર નિર્ણય લેવા પણ કહી દેવામાં આવ્યું છે. 20 માર્ચ આઈપીએલ 2025 સીઝનમાં ચહલની રમવાનો હોઇ વહેલીતકે આ નિર્ણય લેવા જણાવવામાં આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2025 07:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK