ઝિમ્બાબ્વે માટે બીજી ઇનિંગ્સમાં ત્રીજા ક્રમે રમીને બ્રૅન્ડન ટેલરે ૯૦ બૉલમાં ૫૦ રન કર્યા હતા. નવમા ક્રમે રમીને ગ્રિમ ક્રેમરે ૧૨૫ બૉલમાં અણનમ ૫૦ રન અને દસમા ક્રમે બૅટિંગ કરીને બ્લેસિંગ મુઝરબાનીએ ૯૩ બૉલમાં ૫૯ રન કર્યા હતા.
દસમા ક્રમે બૅટિંગ કરીને ટેસ્ટ-ફિફ્ટી ફટકારનાર બ્લેસિંગ મુઝરબાની ઝિમ્બાબ્વેનો પહેલો ક્રિકેટર બન્યો
UAEના શારજાહમાં આયોજિત અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વેની બે ટેસ્ટ-મૅચની સિરીઝનો આજે નિર્ણાયક દિવસ છે. બીજી ટેસ્ટ-મૅચના પાંચમા દિવસે અફઘાનિસ્તાનને જીત માટે ૨૭૫ રન અને ઝિમ્બાબ્વેને માત્ર પાંચ વિકેટની જરૂર છે. બન્ને વચ્ચેની પહેલી ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હોવાથી બીજી મૅચનું રિઝલ્ટ સિરીઝ માટે નિર્ણાયક સાબિત થશે.
પહેલી ઇનિંગ્સમાં ઝિમ્બાબ્વેએ ૩૩૯ રન અને અફઘાનિસ્તાને ૨૧૭ રન કર્યા હતા. ઝિમ્બાબ્વેએ ગઈ કાલે ૯૮ ઓવરમાં ૨૯૫-૯નો સ્કોર કરીને બીજી ઇનિંગ્સ ડિક્લેર કરીને ૪૧૮ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. ચોથા દિવસના અંતે અફઘાનિસ્તાને બીજી ઇનિંગ્સમાં ૪૪ ઓવર રમીને ૧૪૩-૫નો સ્કોર કર્યો હતો.
ADVERTISEMENT
ઝિમ્બાબ્વે માટે બીજી ઇનિંગ્સમાં ત્રીજા ક્રમે રમીને બ્રૅન્ડન ટેલરે ૯૦ બૉલમાં ૫૦ રન કર્યા હતા. નવમા ક્રમે રમીને ગ્રિમ ક્રેમરે ૧૨૫ બૉલમાં અણનમ ૫૦ રન અને દસમા ક્રમે બૅટિંગ કરીને બ્લેસિંગ મુઝરબાનીએ ૯૩ બૉલમાં ૫૯ રન કર્યા હતા. અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ સલીમ સાફીએ ૨૧ ઓવરમાં ૭૮ રન આપીને ૩ વિકેટ લીધી હતી.
અફઘાનિસ્તાને ૩૩મી ઓવરમાં ૧૦૬ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. કૅપ્ટન રહમત શાહે બાવન બૉલમાં ૩૦ રન કર્યા હતા. અફસર ઝાઝઈ ૫૧ બૉલમાં અને ઇકરામ અલીખિલ ૩૨ બૉલમાં ૨૦-૨૦ રન કરીને ચોથા દિવસના અંત સુધી ટકી રહ્યા હતા. ઝિમ્બાબ્વેના પાંચમાંથી ૪ બોલર્સ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
