Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઝિમ્બાબ્વેએ એક ઇનિંગ્સ અને ૮૫ રનથી પોતાની સૌથી મોટી ટેસ્ટ-જીત નોંધાવી

ઝિમ્બાબ્વેએ એક ઇનિંગ્સ અને ૮૫ રનથી પોતાની સૌથી મોટી ટેસ્ટ-જીત નોંધાવી

Published : 01 July, 2026 03:47 PM | IST | Harare
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશ બીજી ઇનિંગ્સમાં ૧૮૫ રને ઑલઆઉટ થઈને ટાર્ગેટ જ ન આપી શક્યું

બંગલાદેશ સામે ટેસ્ટની સૌથી મોટી જીતની ઉજવણી કરતા ઝિમ્બાબ્વેના ખેલાડીઓ

બંગલાદેશ સામે ટેસ્ટની સૌથી મોટી જીતની ઉજવણી કરતા ઝિમ્બાબ્વેના ખેલાડીઓ


હરારેમાં બંગલાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે યજમાન ઝિમ્બાબ્વેએ એક ઇનિંગ્સ અને ૮૫ રને સૌથી મોટી જીત મેળવી હતી. અગાઉ તેમની સૌથી મોટી જીત ઑક્ટોબર ૨૦૨૫માં એક ઇનિંગ્સ અને ૭૩ રનથી અફઘાનિસ્તાન સામે હતી.

બંગલાદેશે પહેલી ઇનિંગ્સમાં ૧૪૦ રન કર્યા બાદ બીજી ઇનિંગ્સમાં ૪૫ ઓવરમાં ૧૮૫ રન કરીને તમામ વિકેટ ગુમાવી હતી. ઝિમ્બાબ્વેએ પહેલી ઇનિંગ્સમાં ૪૧૦ રન કર્યા હતા.



પચીસ વર્ષ બાદ ઝિમ્બાબ્વે સતત બે ટેસ્ટ-મૅચમાં જીતવામાં સફળ રહ્યું છે. અગાઉ એપ્રિલ ૨૦૦૧માં ઝિમ્બાબ્વેએ બંગલાદેશ સામે જ સતત બે મૅચ જીતીને ક્લીન સ્વીપ કરી હતી. પહેલી વખત ૧૯૯૮માં આ ટીમ ભારત અને પાકિસ્તાન સામે સતત એક-એક ટેસ્ટ-મૅચ જીતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2026 03:47 PM IST | Harare | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK