શુભમન ગિલ (Shubman Gill) કેપ્ટન બનતાની સાથે જ એક અલગ જ ફોર્મમાં બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. તેણે લીડ્સ (Leeds) ખાતે રમાયેલી પહેલી ટેસ્ટમાં સદી ફટકારીને પોતાની કેપ્ટનશીપ કારકિર્દીની શરૂઆત કરી હતી. એજબેસ્ટન (Edgbaston)માં રમાયેલી બીજી મેચમાં તેણે બંને ઇનિંગ્સમાં સદી ફટકારીને રેકોર્ડ્સ કાયમ કર્યા. શુભમને પહેલી ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારીને ૨૬૯ રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગ્સમાં તેણે ૧૬૧ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. લોર્ડ્સ (Lord) ટેસ્ટ મેચ દરમિયાન, ફરી એકવાર બધાની નજર શુભમન ગિલ પર રહેશે. ગિલે પોતાની બેટિંગ અને કેપ્ટનશીપથી પોતાને સાબિત કરી દીધો છે. હવે ગિલ પાસે ક્રિકેટના મક્કા તરીકે ઓળખાતા લોર્ડ્સમાં ઇતિહાસ રચવાની તક છે ભારતીય કૅપ્ટન અને બેટ્સમેન તરીકે, જો ગિલ લોર્ડ્સમાં પોતાના વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરશે, તો ઘણા રેકોર્ડ તેના નામ પર થઈ જશે. ચાલો જાણીએ એવા ૭ મહાન રેકોર્ડ્સ વિશે જે શુભમન ગિલ લોર્ડ્સ ટેસ્ટમાં બનાવી શકે છે.
(તસવીરોઃ એએનઆઇ, પીટીઆઇ, બીસીસીઆઇ)
11 July, 2025 06:58 IST | London | Gujarati Mid-day Online Correspondent