Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ૧૧ વર્ષની ભારતીય મૂળની બોધના શિવાનંદન બ્રિટનની નંબર વન મહિલા ચેસ ખેલાડી બની

૧૧ વર્ષની ભારતીય મૂળની બોધના શિવાનંદન બ્રિટનની નંબર વન મહિલા ચેસ ખેલાડી બની

Published : 04 April, 2026 04:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય મૂળની ૧૧ વર્ષની બોધના શિવાનંદન બ્રિટનની નંબર વન મહિલા ચેસ ખેલાડી બની છે. ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા નવા રેટિંગ-લિસ્ટમાં એ ૨૩૬૬ રેટિંગ-પૉઇન્ટ ધરાવે છે.

બ્રિટનના ભારતીય મૂળના ભૂતપૂર્વ વડા પ્રધાન રિશી સુનકે બોધના શિવાનંદન સાથેનો ફાઇલ-ફોટો શૅર કરીને તેને શુભેચ્છા પાઠવી હતી

બ્રિટનના ભારતીય મૂળના ભૂતપૂર્વ વડા પ્રધાન રિશી સુનકે બોધના શિવાનંદન સાથેનો ફાઇલ-ફોટો શૅર કરીને તેને શુભેચ્છા પાઠવી હતી


ભારતીય મૂળની ૧૧ વર્ષની બોધના શિવાનંદન બ્રિટનની નંબર વન મહિલા ચેસ ખેલાડી બની છે. ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા નવા રેટિંગ-લિસ્ટમાં એ ૨૩૬૬  રેટિંગ-પૉઇન્ટ ધરાવે છે. તેણે ૪ વખતની બ્રિટિશ મહિલા ચૅમ્પિયન પચીસ વર્ષની લેન યાઓને પાછળ છોડીને બ્રિટનની ટોચની મહિલા ચેસ ખેલાડીનું સ્થાન મેળવ્યું છે.

બોધના શિવાનંદને પ્રથમ વખત વિશ્વની ટોચની ૧૦૦ મહિલા ચેસ રૅન્કિંગ્સમાં પણ પ્રવેશ કર્યો છે અને હાલમાં તે ૭૨મા ક્રમે છે. તેનાં માતા-પિતા ૨૦૦૭માં તમિલનાડુથી ઇંગ્લૅન્ડ શિફ્ટ થયાં હતાં. ગયા વર્ષે તે ૧૦ વર્ષ પાંચ મહિના ત્રણ દિવસની ઉંમરે ચેસ ગ્રૅન્ડમાસ્ટરને હરાવનાર સૌથી યંગેસ્ટ ગર્લ બની હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 04:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK