લીઅનલ મેસી ૧૩થી ૧૫ ડિસેમ્બરે ભારત-ટૂર પર આવી રહ્યો છે
કલકત્તામાં ફુટબૉલ સ્ટાર મેસીના સ્વાગત માટે ૭૦ ફુટ ઊંચું સ્ટૅચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે
ડિફેન્ડિંગ વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમ આર્જેન્ટિનાનો કૅપ્ટન અને સ્ટાર ફુટબૉલર લીઅનલ મેસી ૧૩થી ૧૫ ડિસેમ્બરે ભારત-ટૂર પર આવી રહ્યો છે. કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીના સ્ટેડિયમમાં તેની ઇવેન્ટ માટે અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. કલકત્તા શહેરમાં મેસીનું ૭૦ ફુટ ઊંચું લોખંડનું સ્ટૅચ્યુ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ૧૩ ડિસેમ્બરે મેસીના સ્વાગત દરમ્યાન એનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મેસી છેલ્લે ૨૦૧૧માં ભારત આવ્યો હતો ત્યારે તેણે કલકત્તામાં જ એક ફ્રેન્ડ્લી મૅચ રમી હતી.


