Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > આજે મધરાત પછીની મૅચમાં આર્જેન્ટિના અને ઇંગ્લૅન્ડ વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટેનો જંગ

આજે મધરાત પછીની મૅચમાં આર્જેન્ટિના અને ઇંગ્લૅન્ડ વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટેનો જંગ

Published : 15 July, 2026 10:44 AM | Modified : 15 July, 2026 10:44 AM | IST | Argentina
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમે આ વાંચતા હશો ત્યારે ફુટબૉલ વર્લ્ડ કપની ફાઇનલની એક ટીમ નક્કી થઈ ગઈ હશે

ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી કેન, આર્જેન્ટિનાનો કૅપ્ટન મેસી.

ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી કેન, આર્જેન્ટિનાનો કૅપ્ટન મેસી.


આર્જેન્ટિના પોતાની પાંચેય સેમી-ફાઇનલ જીત્યું છે, પણ ઇંગ્લૅન્ડને ત્રણમાંથી બે સેમી-ફાઇનલમાં હાર મળી છે : બન્ને ટીમો ૨૧ વર્ષે ફુટબૉલના મેદાનમાં ટકરાશે

ફુટબૉલ વર્લ્ડ કપ 2026માં આજે મધરાત પછી ૧૨.૩૦ વાગ્યે ઍટલાન્ટા સ્ટેડિયમમાં બીજી સેમી-ફાઇનલ મૅચ રમાશે. ૧૯૬૬ની ચૅમ્પિયન ટીમ ઇંગ્લૅન્ડ ૧૯૭૮, ૧૯૮૬ અને ૨૦૨૨ની વિજેતા ટીમ આર્જેન્ટિના સામે ટકરાશે. 



આર્જેન્ટિનાની ટીમ છઠ્ઠી અને ઇંગ્લૅન્ડ ચોથી વખત સેમી-ફાઇનલ મૅચ રમશે. સેમી-ફાઇનલમાં આર્જેન્ટિના ૧૯૩૦માં અમેરિકા સામે ૬-૧થી, ૧૯૮૬માં બેલ્જિયમ સામે ૨-૧થી, ૧૯૯૦માં ઇટલી સામે પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૩થી, ૨૦૧૪માં નેધરલૅન્ડ્સ સામે પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૨થી અને ૨૦૨૨માં ક્રોએશિયા સામે ૩-૦થી જીત્યું હતું. એટલે કે આર્જેન્ટિના ક્યારેય વર્લ્ડ કપ સેમી-ફાઇનલ મૅચ હાર્યું નથી. 


ઇંગ્લૅન્ડ પોતાની અગાઉની ત્રણ સેમી-ફાઇનલમાંથી માત્ર એક મૅચ જીત્યું છે. ઇંગ્લૅન્ડે ૧૯૬૬માં પોર્ટુગલ સામે ૨-૧થી જીતી નોંધાવી હતી. ત્યાર બાદ ૧૯૯૦માં જર્મની સામે પેનલ્ટી શૂટઆઉટમાં ૩-૪થી અને ૨૦૧૮માં ક્રોએશિયા સામે ૧-૨ના સ્કોર સાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

આર્જેન્ટિના અને ઇંગ્લૅન્ડનો સામસામે રેકૉર્ડ કેવો રહ્યો છે?


આ બન્ને ટીમો વચ્ચે ઇન્ટરનૅશનલ ફુટબૉલમાં ૧૪ ટક્કર થઈ છે. એમાંથી ઇંગ્લૅન્ડ ૬ મૅચ અને આર્જેન્ટિના ત્રણ મૅચ જીત્યું છે. અન્ય પાંચ મૅચ ડ્રૉ રહી છે. બન્ને વચ્ચે છેલ્લી મૅચ ૨૦૦૫માં ૧૨ નવેમ્બરે થઈ હતી.
એટલે કે બન્ને ટીમ ઑલમોસ્ટ ૨૧ વર્ષ બાદ ફુટબૉલના મેદાન પર સામસામે રમશે. આ હરીફ સામે આર્જેન્ટિનાએ છેલ્લે જૂન ૧૯૯૮માં જીત નોંધાવી હતી. ત્યાર બાદની એક મૅચ ડ્રૉ રહી અને બે મૅચ ઇંગ્લૅન્ડે જીતી હતી. 
ફુટબૉલ વર્લ્ડ કપમાં બન્ને ટીમ છઠ્ઠી વખત ટકરાશે. અગાઉની પાંચ મૅચોમાંથી ઇંગ્લૅન્ડ ત્રણ મૅચ અને આર્જેન્ટિના બે મૅચ જીત્યું છે. ૧૯૬૨ની ગ્રુપ-સ્ટેજ મૅચમાં ઇંગ્લૅન્ડ ૩-૧થી જીત્યું, ૧૯૬૬ની ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડ ૧-૦થી જીત્યું, ૧૯૮૬ની ક્વૉર્ટર ફાઇનલમાં આર્જેન્ટિના ૨-૧થી જીત્યું, ૧૯૯૮ની રાઉન્ડ ઑફ 16 મૅચમાં આર્જેન્ટિના પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૩થી જીત્યું અને ૨૦૦૨માં 
ગ્રુપ-સ્ટેજ મૅચમાં ઇંગ્લૅન્ડ ૧-૦થી જીત્યું. વર્લ્ડ કપમાં ૨૪ વર્ષ બાદ બન્ને ટીમ સામસામે રમશે. 

Whatsapp-channel Whatsapp-channel

15 July, 2026 10:44 AM IST | Argentina | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK