ટોક્યોમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ 2025માં ૧૦મા સ્થાન માટે પાકિસ્તાન સ્પોર્ટ્સ બોર્ડ દ્વારા સ્પષ્ટતા માગ્યા બાદ કોચ સલમાન ઇકબાલે પોતાના શિષ્યનો મજબૂત રીતે બચાવ કર્યો છે
અર્શદ નદીમ
પાકિસ્તાન માટે પૅરિસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનાર અર્શદ નદીમ વિશે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ટોક્યોમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ 2025માં ૧૦મા સ્થાન માટે પાકિસ્તાન સ્પોર્ટ્સ બોર્ડ દ્વારા સ્પષ્ટતા માગ્યા બાદ કોચ સલમાન ઇકબાલે પોતાના શિષ્યનો મજબૂત રીતે બચાવ કર્યો છે. ગયા વર્ષે ઑલિમ્પિક્સ ચૅમ્પિયન બન્યા બાદ દેશ અને રાજ્ય સરકાર દ્વારા મોટા પુરસ્કાર મેળવનાર અર્શદ નદીમ પોતાની ટ્રેઇનિંગ માટે આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે.
કોચે ખુલાસો કર્યો હતો કે ‘પાકિસ્તાન ઍમેટર ઍથ્લેટિક્સ ફેડરેશન છેલ્લા એક વર્ષ કે એથી વધુ સમયથી નદીમની તાલીમ અને ઝુંબેશથી સંપૂર્ણપણે દૂર છે. ફેડરેશનના સમર્થનના અભાવ વચ્ચે તેણે સાઉથ આફ્રિકામાં નદીમની ટ્રેઇનિંગ અને ઇન્જરી બાદ રીહૅબ માટે નજીકના મિત્ર પાસેથી આર્થિક મદદ લેવી પડી હતી.’

