Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઑર્ડરથી પીડાતાં બાળકોએ ૧૬૫ કિલોમીટર સ્વિમિંગ કરીને નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઑર્ડરથી પીડાતાં બાળકોએ ૧૬૫ કિલોમીટર સ્વિમિંગ કરીને નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

19 February, 2024 07:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑટિઝમ એ ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર છે જે વ્યક્તિના અન્ય લોકો સાથેના સંપર્કને અસર કરે છે.

ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઑર્ડર (એએસડી)થી પીડાતાં બાળકો

ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઑર્ડર (એએસડી)થી પીડાતાં બાળકો


‘કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ એ વાતને ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઑર્ડર (એએસડી)થી પીડાતાં બાળકોએ સાર્થક કરી બતાવી. એએસડીથી પીડિત આ બાળકોના જૂથે કુડ્ડાલોરથી ચેન્નઈ સુધી ૧૬૫ કિલોમીટર સ્વિમિંગ કરીને નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ૯થી ૧૯ વર્ષનાં ૧૪ બાળકોએ ગજબનો જુસ્સો બતાવીને ઇતિહાસ રચ્યો હતો. આ વર્લ્ડ રેકૉર્ડ બનાવીને તેમણે સંદેશ આપ્યો છે કે વિકલાંગતા તેમના માર્ગમાં અવરોધ ન બની શકે. ઑટિઝમ એ ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર છે જે વ્યક્તિના અન્ય લોકો સાથેના સંપર્કને અસર કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2024 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK