કોચીમાં રમાયેલી ‘રિટર્ન ઑફ ધ ટાઇટન્સ’ ફ્રેન્ડ્લી મૅચમાં બ્રાઝિલ લેજન્ડ્સે ઇન્ડિયન ઑલ સ્ટાર્સને ૪-૩થી હરાવ્યા. ફર્નાન્ડિન્યોએ ત્રણ અને રોનાલ્ડિન્યોએ એક ગોલ કર્યો, જ્યારે સી.કે. વિનીથે બે અને આશિમ બિશ્વાસે એક ગોલ કર્યો.
ઇન્ડિયા ઑલ સ્ટાર્સ અને બ્રાઝિલ લેજન્ડ્સની મૅચમાં ભાગ લેનાર ભૂતપૂર્વ ફુટબૉલર્સનો ગ્રુપ-ફોટો
કેરલમના કોચીમાં જવાહરલાલ નેહરુ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં બુધવારે બ્રાઝિલ લેજન્ડ્સ અને ઇન્ડિયન ઑલ સ્ટાર્સ વચ્ચે ફ્રેન્ડ્લી મૅચ રમાઈ હતી. રિટર્ન ઑફ ધ ટાઇટન્સ નામની આ મૅચમાં ભૂતપૂર્વ બ્રાઝિલિયન ખેલાડીઓની ટીમે ૪-૩ થી જીત નોંધાવી હતી.
બ્રાઝિલ તરફથી ફર્નાન્ડિન્યોએ ત્રણ ગોલ અને રોનાલ્ડિન્યોએ એક ગોલ કર્યો હતો. ઇન્ડિયન ઑલ સ્ટાર્સમાંથી સી.કે. વિનીથે બે ગોલ અને આશિમ બિશ્વાસે એક ગોલ નોંધાવ્યો હતો. યંગ ફૅન્સ મોટી સંખ્યામાં આ ભૂતપૂર્વ લેજન્ડ્સને જોવા પહોંચ્યા હતા.
