ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં વિશ્વની નંબર-વન જોડી સામે મળી હાર
વિજેતા કોરિયન જોડી અને ટ્રોફી સાથે ફોટો માટે પોઝ આપ્યો સાત્વિક-ચિરાગે
ભારતની ટોચની મેન્સ ડબલ્સની જોડી સાત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને સતત બીજા રવિવારે કોઈ ટુર્નામેન્ટની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. ગઈ કાલે ચાઇના માસ્ટર્સ સુપર ૭૫૦ની રોમાંચક ફાઇનલમાં વિશ્વની નંબર-વન કોરિયન જોડી કિમ વૉન હો અને સીઓ સ્યુંગ જે સામે તેમને ૪૫ મીનિટમાં ૧૯-૨૧, ૧૫-૨૧થી હાર મળી હતી. વિશ્વની ચોથા નંબરની મેન્સ બૅડ્મિન્ટન જોડી સાત્વિક-ચિરાગ ૧૪ સપ્ટેમ્બરે રવિવારે હૉન્ગકૉન્ગ ઓપનની ફાઇનલ પણ હારી હતી.

