ક્રિસ્ટીઆનો રોનાલ્ડો સોળમા ગ્લોબ સૉકર અવૉર્ડ્સમાં મિડલ ઈસ્ટનો શ્રેષ્ઠ ખેલાડીનો અવૉર્ડ જીત્યો હતો
ક્રિસ્ટીઆનો રોનાલ્ડો
પોર્ટુગલનો ફુટબૉલ સ્ટાર ક્રિસ્ટીઆનો રોનાલ્ડો સોળમા ગ્લોબ સૉકર અવૉર્ડ્સમાં મિડલ ઈસ્ટનો શ્રેષ્ઠ ખેલાડીનો અવૉર્ડ જીત્યો હતો. આ તેનો સતત ત્રીજો અવૉર્ડ હતો. તેણે અવૉર્ડ લીધા બાદ ૧૦૦૦ ગોલ કરવાનો પોતાનો દૃઢ ઇરાદો વ્યક્ત કર્યો છે.
૪૦ વર્ષના રોલાન્ડોએ કહ્યું કે ‘હું હજુ પણ આગળ વધવા માટે ખૂબ જ પ્રેરિત છું. હું ગમે ત્યાં રમું, મિડલ ઈસ્ટમાં કે યુરોપમાં, મને હંમેશાં ફુટબૉલ રમવાનું, ટ્રોફી જીતવાનું, ગોલ કરવાનું ગમે છે અને હું એ કરવાનું ચાલુ રાખવા માગું છું. જો કોઈ ઇન્જરી ન થાય તો હું ચોક્કસપણે ૧૦૦૦ના આંકડા સુધી પહોંચીશ. ‘
ADVERTISEMENT
૧૦૦૦ ગોલથી માત્ર ૪૪ ગોલ દૂર છે રોનાલ્ડો
વર્ષ ૨૦૦૨થી ક્લબ અને ઇન્ટરનૅશનલ ફુટબૉલ મળીને ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ ૧૩૦૦ જેટલી મૅચમાં ૯૫૬ ગોલ કર્યો છે. આર્જેન્ટિનાનો ફુટબૉલ સ્ટાર લીઅનલ મેસી આ લિસ્ટમાં બીજા ક્રમે છે. તેણે ૧૧૩૭ જેટલી મૅચમાં ૮૯૬ ગોલ કર્યા છે. વર્ષ ૨૦૦૪થી આ રમત રમતો મેસી હાલમાં ૩૮ વર્ષનો છે.


