અમેરિકન પ્રેસિડન્ટે શૅર કરેલો આવો AI વિડિયો મચાવી રમ્યો છે ધૂમ, અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ફુટબૉલના ઇતિહાસના હાઇએસ્ટ ગોલસ્કોરર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથેનો એક રમૂજી AI વિડિયો શૅર કર્યો છે.
ઓવલ ઑફિસમાં ડોનલ્ડ ટ્રમ્પ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રમ્યા ફુટબૉલ
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ફુટબૉલના ઇતિહાસના હાઇએસ્ટ ગોલસ્કોરર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથેનો એક રમૂજી AI વિડિયો શૅર કર્યો છે. રોનાલ્ડો સાથેની વર્તમાન મુલાકાતના ફોટોનો ઉપયોગ કરીને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી એવો વિડિયો બનાવવામાં આવ્યો છે જેનાથી અમેરિકન પ્રેસિડન્ટની ઓવલ ઑફિસમાં બન્ને ફુટબૉલ રમતા જોવા મળે છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર ૬૦ મિલ્યનથી વધુ લોકોએ જોયો છે.
આ વિડિયો શૅર કરીને ડોનલ્ડ ટ્રમ્પે લખ્યું હતું કે ‘રોનાલ્ડો ખરેખર સારી વ્યક્તિ છે. વાઇટ હાઉસમાં તેને મળીને ખૂબ આનંદ થયો. ખરેખર સ્માર્ટ અને કૂલ.’
ADVERTISEMENT
૪૦ વર્ષના રોનાલ્ડોએ પણ આ વિડિયો શૅર કરીને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સ્માઇલી અને ફુટબૉલનું ઇમોજી મૂક્યાં હતાં.


