સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ખેલાડીઓએ પ્રભાવશાળી લૉન્ગ જમ્પ મારી, જ્યારે વર્ટિકલ જમ્પમાં અનેક યુવાનો ઊંચાઈએ પહોંચીને દર્શકોને આશ્ચર્યચકિત કર્યા અને હાજર ટેલેન્ટ સ્કાઉટ્સને પ્રભાવિત કર્યા. ટેલેન્ટ સ્કાઉટ્સની વિશેષ ટીમ સમગ્ર મીટ દરમિયાન હાજર રહી હતી.
‘ખેલે સાણંદ એથ્લેટિક્સ મીટ’
ભારતમાં ક્રિકેટ સાથે બીજા સ્પોર્ટ્સમાં પણ લોકોની ભાગીદારી અને ઉત્સાહ વધી રહ્યો છે. સ્પ્રિન્ટ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ હોય કે પછી શૉટ પુટ (ગોળાફેક) જેવી રમતોમાં પણ ભારતના ખેલાડીઓ સિદ્ધિઓ મેળવી રહ્યા છે. ભારતને આ બધી રમતોમાં પણ મોખરે રાખવા ગુજરાતનું સાણંદ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. જેના હેઠળ પહેલા ‘ખેલે સાણંદ’એથ્લેટિક્સ મીટનો પ્રારંભ સોમવાર, પહેલી ડિસેમ્બરે અમદાવાદના મણિપુર સ્થિત AUDA સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે થયો. આ પ્રારંભિક કાર્યક્રમમાં 3,000 કરતાં વધુ યુવા ખેલાડીઓ વિવિધ કૅટેગરીમાં પાંચ દિવસ સુધી રમતગમતની ઉત્તમતા, શિસ્ત અને સમાજગૌરવના ઉત્સવમાં જોડાયા હતા. આ મીટમાં તાલુકાભરના 1,500 થી વધુ છોકરીઓએ પણ ભાગ લીધો હતો. ‘ખેલે સાણંદ’ એથ્લેટિક્સ મીટ 2025, 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી AUDA સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, મણિપુર ખાતે યોજાશે, જેમાં હજારો યુવા ખેલાડીઓ, કોચ અને રમતપ્રેમીઓ રમતગમતના ઉત્સવમાં જોડાશે.
સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ખેલાડીઓએ પ્રભાવશાળી લૉન્ગ જમ્પ મારી, જ્યારે વર્ટિકલ જમ્પમાં અનેક યુવાનો ઊંચાઈએ પહોંચીને દર્શકોને આશ્ચર્યચકિત કર્યા અને હાજર ટેલેન્ટ સ્કાઉટ્સને પ્રભાવિત કર્યા. ટેલેન્ટ સ્કાઉટ્સની વિશેષ ટીમ સમગ્ર મીટ દરમિયાન હાજર રહી હતી, જેમણે પ્રતિભાશાળી યુવા ખેલાડીઓને ઓળખીને ભવિષ્યના ચૅમ્પિયન બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
ADVERTISEMENT
દિવસ 1 – U-9 ટ્રેક એન્ડ ફિલ્ડ
- 60મી સ્પ્રિન્ટ
- 6×10 શટલ રન
- સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ
- વર્ટિકલ જમ્પ
દિવસ 2 – U-11 ટ્રેક એન્ડ ફિલ્ડ
- 60મી સ્પ્રિન્ટ
- સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ
- વર્ટિકલ જમ્પ
- મેડિસિન બોલ થ્રો
દિવસ 3 – U-14 ટ્રેક
- 800મી રન
- 100મી સ્પ્રિન્ટ
- લૉન્ગ જમ્પ
દિવસ 4 – U-14 ફિલ્ડ
- સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ
- મેડિસિન બોલ થ્રો
- વર્ટિકલ જમ્પ
- શૉટ પુટ
- 6×10 શટલ રન
- સોફ્ટ જવેલિન
દિવસ 5 – ફાઇનલ્સ અને મેડલ વિતરણ
- તમામ કેટેગરી તમામ ઇવેન્ટ્સનુ ફાઇનલ
- મેડલ વિતરણ
જેમાં આ તમામ કાર્યક્રમો ‘ખેલે સાણંદ’એથ્લેટિક્સ મીટ દરમિયાન યોજાશે.
રજિસ્ટર્ડ ખેલાડીઓની સંખ્યા
* કુલ રજિસ્ટ્રેશન: તમામ રમતગમત/શ્રેણીઓમાં ૩૦૦૦થી વધુ ખેલાડીઓની ભાગેદારી
* શ્રેણી U-૯: ૬૦૦ રજિસ્ટ્રેશન
* શ્રેણી U-૧૧: ૧૦૦૦ રજિસ્ટ્રેશન
* શ્રેણી U-૧૪: ૧૬૦૦ રજિસ્ટ્રેશન
3000થી વધુ ખેલાડીઓ તમામ રમતગમત કૅટેગરીમાં ભાગ લેશે ‘ખેલે સાણંદ’ એથ્લેટિક્સ મીટ માત્ર સ્પર્ધા નહીં, પરંતુ યુવા, એકતા અને રમતગમતની ભાવનાનો ઉત્સવ બનશે. 1500 કરતાં વધુ છોકરાઓ અને 1500 થી વધારે છોકરીઓની ભાગીદારી સાથે, આયોજક ટીમે યુવા ખેલાડીઓની પ્રશંસા કરી અને ભારપૂર્વક જણાવ્યું કે આ કાર્યક્રમ માત્ર મેડલ જીતવા માટે નથી, પરંતુ વ્યક્તિત્વ નિર્માણ અને ખેલાડીઓને આત્મવિશ્વાસ આપવા માટે છે. ઉદ્યોગિક શક્તિ અને સાંસ્કૃતિક વારસાથી ઓળખાતા સાણંદ હવે ‘ખેલે સાણંદ’ પહેલ દ્વારા એક ‘વાઇબ્રન્ટ સ્પોર્ટ્સ તાલુકા’ તરીકે આગળ વધી રહ્યું છે.


