ભારતીય સ્પોર્ટ્સ મિનિસ્ટરીએ હાલમાં ૫૧ રમતોનું લિસ્ટ બહાર પાડ્યું છે જેના મેડલ વિજેતાને રોકડ પુરસ્કારને પાત્ર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
ભારતીય સ્પોર્ટ્સ મિનિસ્ટરીએ હાલમાં ૫૧ રમતોનું લિસ્ટ બહાર પાડ્યું છે જેના મેડલ વિજેતાને રોકડ પુરસ્કારને પાત્ર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં ઑલિમ્પિક્સ ગેમ્સ, એશિયન ગેમ્સ, કૉમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સના કાર્યક્રમનો ભાગ હોય એવી બધી રમતોનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં ખો ખો, યોગાસન, મલખંભ સહિતની સ્વદેશી રમત અને ઈ-સ્પોર્ટ્સ, બ્રેક-ડાન્સિંગની રમતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પૅરાઍથ્લેટ્સ માટેના પુરસ્કારો જાળવી રાખ્યા છે, જ્યારે બહેરા, દૃષ્ટિહીન અને બૌદ્ધિક રીતે વિકલાંગ પ્લેયર્સ માટેની સ્પર્ધાઓમાં મેડલ વિજેતાઓ માટે ઇનામની રકમ વધારીને ૧૦થી ૨૦ લાખ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લિસ્ટમાં સાઉથ એશિયન ગેમ્સને દૂર કરવાનો પણ નિર્ણય લીધો છે. એટલું જ નહીં, પહેલા ગ્રૅન્ડમાસ્ટર બનવા પર ચેસ ખેલાડીને ચાર લાખ રૂપિયા આપવાની જોગવાઈ હતી, પરંતુ હવે એ નાબૂદ કરી દેવામાં આવી છે. જુનિયર અને સબ-જુનિયર પ્લેયર્સને માટે આવા પુરસ્કારો દૂર કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

