Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > કૉમનવેલ્થ ગેમ્સ 2030 માટે ગુજરાત સરકારે ૨૦૦ કરોડની યજમાની-ફી ચૂકવી

કૉમનવેલ્થ ગેમ્સ 2030 માટે ગુજરાત સરકારે ૨૦૦ કરોડની યજમાની-ફી ચૂકવી

Published : 12 September, 2026 04:37 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાત સરકારે હોસ્ટ કો-ઑપરેશન એગ્રીમેન્ટ (HCA) પર હસ્તાક્ષર કર્યા હતા અને યજમાન તરીકેની ૨૦૦ કરોડ રૂપિયાની ફી ચૂકવી છે. આયોજન માટે છેલ્લા એક વર્ષમાં ૧૦૦ કરોડ અને કૅપિટલ હેડ હેઠળ ટોકન જોગવાઈ તરીકે એક કરોડ રૂપિયા ફાળવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાત સરકારે 2030માં આયોજિત કૉમનવેલ્થ ગેમ્સના આયોજનની તૈયારીઓ માટે ખર્ચવામાં આવેલી રકમનો ખુલાસો કર્યો છે. વિધાનસભામાં કૉન્ગ્રૅસના ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નનો લેખિત જવાબ આપીને ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રસપ્રદ વિગતો આપી છે. 
ગુજરાત સરકારે હોસ્ટ કો-ઑપરેશન એગ્રીમેન્ટ (HCA) પર હસ્તાક્ષર કર્યા હતા અને યજમાન તરીકેની ૨૦૦ કરોડ રૂપિયાની ફી ચૂકવી છે. આયોજન માટે છેલ્લા એક વર્ષમાં ૧૦૦ કરોડ અને કૅપિટલ હેડ હેઠળ ટોકન જોગવાઈ તરીકે એક કરોડ રૂપિયા ફાળવ્યા છે. ટોટલ ૩૦૧ કરોડ રૂપિયા હમણાં સુધી આ ઇવેન્ટના આયોજન માટે ફાળવવામાં આવ્યા છે. 
 સરકારે ગેમ્સના આયોજન અને સંચાલન માટે ‘અમદાવાદ 2030 કૉમનવેલ્થ ગેમ્સ ઑર્ગેનાઇઝેશન’ નામની કંપનીની પણ રચના કરી છે. રમતગમતના કાર્યક્રમોનું આયોજન, સ્થળનું સંચાલન અને રમતગમતને લગતી અન્ય વ્યવસ્થાઓ ‌વિશે પણ જરૂરી કાર્યવાહીમાં આ કંપની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. 


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2026 04:37 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK