ફ્રીસ્ટાઇલ ચેસ ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલ્સ 2025 દરમ્યાન સાઉથ આફ્રિકાના કેપટાઉનની એક હોટેલમાં અનોખી અન્ડરવૉટર ચેસ રમાઈ હતી. ૪ પ્લેયર્સ વચ્ચેની આ નાનકડી ઇવેન્ટમાં અમેરિકાના હાન્સ નીમૅને પોતાના જ દેશના ફૅબિયાનો કારુઆનાને હરાવ્યો હતો.
અન્ડરવૉટર ચેસનો રોમાંચ
ફ્રીસ્ટાઇલ ચેસ ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલ્સ 2025 દરમ્યાન સાઉથ આફ્રિકાના કેપટાઉનની એક હોટેલમાં અનોખી અન્ડરવૉટર ચેસ રમાઈ હતી. ૪ પ્લેયર્સ વચ્ચેની આ નાનકડી ઇવેન્ટમાં અમેરિકાના હાન્સ નીમૅને પોતાના જ દેશના ફૅબિયાનો કારુઆનાને હરાવ્યો હતો. હાલમાં ગોવામાં ચેસ વર્લ્ડ કપ જીતનાર ઉઝબેકિસ્તાનનો જવોખિર સિન્દારોવ ભારતના વિદિત ગુજરાતીને હરાવીને ત્રીજા ક્રમે રહ્યો હતો.
આ અનોખી ડાઇવિંગ ચેસ ઇવેન્ટમાં સ્વિમિંગ પૂલમાં ૧૧૦ સેન્ટિમીટરની ઊંડાઈએ ચેસબોર્ડ હતું. પ્લેયર્સ એક ચાલ ચાલવા માટે પાણીની અંદર જતાં અને ફરી શ્વાસ લેવા પાણીની ઉપર આવતા હતા. આવી અનોખી ચેસ ઇવેન્ટ ભૂતકાળમાં ચેન્નઈ (વર્ષ ૨૦૨૨) સહિત વિશ્વમાં ઘણી જગ્યાએ યોજાઈ હતી.


