Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > હૉકી વિમેન્સ એશિયા કપ ફાઇનલમાં ભારત ૧-૪થી ચીન સામે હાર્યું

હૉકી વિમેન્સ એશિયા કપ ફાઇનલમાં ભારત ૧-૪થી ચીન સામે હાર્યું

Published : 15 September, 2025 08:54 AM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીન વિમેન્સ ટીમ ત્રીજી વખત ચૅમ્પિયન બની, ભારત વિમેન્સ વર્લ્ડ કપની ડાયરેક્ટ એન્ટ્રી ચૂકી ગયું

ટોચની વૈશ્વિક ઇવેન્ટમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે ભારતને હવે વર્લ્ડ કપ ક્વૉલિફાયરમાંથી પસાર થવું પડશે

ટોચની વૈશ્વિક ઇવેન્ટમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે ભારતને હવે વર્લ્ડ કપ ક્વૉલિફાયરમાંથી પસાર થવું પડશે


ભારતીય વિમેન્સ હૉકી ટીમ ગઈ કાલે એશિયા કપ ફાઇનલમાં યજમાન ચીન સામે ૧-૪થી હારી ગઈ અને આગામી વર્ષના વર્લ્ડ કપ માટે સીધી ક્વૉલિફાય થવાથી ચૂકી ગઈ. ભારતની નવનીત કૌરે પહેલી જ મિનિટમાં પેનલ્ટી કૉર્નરને કન્વર્ટ કરીને પ્રથમ ગોલ કર્યો હતો. ત્યાર બાદ ચીને ચાર ગોલ કરીને મૅચની દિશા બદલી દીધી હતી. ટોચની વૈશ્વિક ઇવેન્ટમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે ભારતને હવે વર્લ્ડ કપ ક્વૉલિફાયરમાંથી પસાર થવું પડશે.


ચીન (વર્ષ ૧૯૮૯, ૨૦૦૯ અને ૨૦૨૫) હવે સાઉથ કોરિયા (વર્ષ ૧૯૮૫, ૧૯૯૩, ૧૯૯૯) અને જપાન (વર્ષ ૨૦૦૭, ૨૦૧૩, ૨૦૨૨)ની જેમ ત્રીજી વખત આ ટુર્નામેન્ટની ચૅમ્પિયન ટીમ બની છે. ભારતીય ટીમ ૧૯૯૯ અને ૨૦૦૯ બાદ ત્રીજી વખત રનર-અપ ટીમ બની છે. ભારતે ૨૦૦૪ અને ૨૦૧૭ની આ ટુર્નામેન્ટ જીતી હતી. સાઉથ કોરિયા સામે ૨-૧થી જીતીને જપાનની ટીમ ત્રીજા ક્રમની ટીમ બની છે.


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2025 08:54 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK