આર્જેન્ટિનાના સ્ટાર ફુટબૉલર લીઅનલ મેસીએ પોતાની GOAT ટૂર ઑફ ઇન્ડિયા 2025માં પોતાની ભાગીદારીની પુષ્ટિ કરી છે
લીઅનલ મેસી
આર્જેન્ટિનાના સ્ટાર ફુટબૉલર લીઅનલ મેસીએ પોતાની GOAT ટૂર ઑફ ઇન્ડિયા 2025માં પોતાની ભાગીદારીની પુષ્ટિ કરી છે. આગામી ડિસેમ્બરમાં કલકત્તા, અમદાવાદ, મુંબઈ અને નવી દિલ્હીમાં આયોજિત ટૂર વિશે ઑફિશ્યલ નિવેદન આપતાં મેસીએ કહ્યું હતું કે ‘ભારત એક ઉત્સાહી ફુટબૉલ રાષ્ટ્ર છે અને હું આ સુંદર રમત પ્રત્યેના મારા પ્રેમને શૅર કરતી વખતે ચાહકોની નવી પેઢીને મળવા આતુર છું. આ ટૂર મારા માટે સન્માનની વાત છે. ભારત એક ખૂબ જ ખાસ દેશ છે અને મારી પાસે ૧૪ વર્ષ પહેલાંના ટૂરની અહીંની મીઠી યાદો છે.’
નવેમ્બરમાં કેરલામાં આર્જેન્ટિનાની ફુટબૉલ ટીમ ફ્રેન્ડ્લી મૅચ રમવા આવશે. આ મૅચમાં પણ સ્ટાર ફુટબૉલર મેસી હાજરી આપે એવી શક્યતા છે. જોકે તેની કેરલા-ટૂરની પુષ્ટિ થઈ નથી.

