જુનિયર વિમેન્સ હૉકી એશિયા કપ 2026માં ભારતીય ટીમ આજે ૧૦ સીઝનમાં નવમી વખત સેમી-ફાઇનલ રમશે. ભારત પહેલી સેમી-ફાઇનલમાં સાઉથ કોરિયા સામે ટકરાશે, જ્યારે બીજી સેમી-ફાઇનલમાં જપાનની યજમાન ચીન સામે ટક્કર થશે.
પ્રતીકાત્મક તસવીર
ચીનમાં આયોજિત જુનિયર મેન્સ હૉકી એશિયા કપ 2026ની ફાઇનલમાં અજેય ભારતીય ટીમે એન્ટ્રી કરી છે. ભારતે પહેલી સેમી-ફાઇનલમાં મલેશિયા સામે ૩-૧થી જીત નોંધાવી હતી, જ્યારે બીજી સેમી-ફાઇનલમાં સાઉથ કોરિયાએ પાકિસ્તાનને ૧-૪થી કચડી નાખ્યું હતું. આવતી કાલે ભારત અને સાઉથ કોરિયા વચ્ચે ફાઇનલ મૅચ રમાશે, જ્યારે પાકિસ્તાન અને મલેશિયા ત્રીજા સ્થાન માટેની મૅચમાં ટકરાશે. ભારત સતત ચોથી અને ઓવરઑલ સાતમી વખત ફાઇનલ મૅચ રમશે. ભારત છેલ્લી ત્રણેય સીઝનમાં ચૅમ્પિયન બન્યું છે.
ભારતીય મહિલા ટીમ નવમી વખત સેમી-ફાઇનલ રમશે
જુનિયર વિમેન્સ હૉકી એશિયા કપ 2026માં ભારતીય ટીમ આજે ૧૦ સીઝનમાં નવમી વખત સેમી-ફાઇનલ રમશે. ભારત પહેલી સેમી-ફાઇનલમાં સાઉથ કોરિયા સામે ટકરાશે, જ્યારે બીજી સેમી-ફાઇનલમાં જપાનની યજમાન ચીન સામે ટક્કર થશે. આવતી કાલે ૧૩ સપ્ટેમ્બરે બન્ને મૅચની વિજેતા ટીમો વચ્ચે ફાઇનલ રમાશે.
ભારતીય મહિલા ટીમ સતત ત્રીજી વખત ફાઇનલમાં રમીને હૅટ-ટ્રિક ટાઇટલ જીતવાનો ટાર્ગેટ રાખશે. ૨૦૧૨માં ભારતીય ટીમ રનરઅપ રહી હતી. સાઉથ કોરિયા સૌથી વધુ ચાર વખત અને ચીન ત્રણ વખત આ વિમેન્ટ ટાઇટલ જીત્યું છે.
