આ સાથે ૧૫ વર્ષ બાદ ફરી આ ખેલમહોત્સવ ભારતમાં યોજવાનો તખ્તો ગોઠવાઈ ગયો હતો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કૉમનવેલ્થ સ્પોર્ટ્સના કાર્યકારી બોર્ડે ગઈ કાલે ૨૦૩૦ કૉમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ શહેરની ભલામણ કરી છે. આ સાથે ૧૫ વર્ષ બાદ ફરી આ ખેલમહોત્સવ ભારતમાં યોજવાનો તખ્તો ગોઠવાઈ ગયો હતો. હવે આ વિશે ફાઇનલ નિર્ણય ૨૬ નવેમ્બરે ગ્લાસગોમાં મળનારી જનરલ ઍસેમ્બલીમાં લેવાશે. આને લીધે ૨૦૩૬માં ઑલમ્પિક ગેમ્સને અમદાવાદમાં યોજવા માટે તૈયારી કરી રહેલા ભારતના પ્રયાસને જુસ્સો મળી ગયો છે.
આ નિર્ણય બદલ ગૃહમંત્રી અમિત શાહે આનંદ વ્યક્ત કરતાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે ‘ભારત માટે આ ખૂબ જ ગર્વ અને ખુશીનો દિવસ છે. કૉમનવેલ્થ અસોસિએશન દ્વારા અમદાવાદને કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાનીનો અધિકાર ભારતને આપવા બદલ દરેક ભારતીયોને હાર્દિક અભિનંદન.’
ADVERTISEMENT
અત્યાર સુધી ત્રણ વાર કૉમનવેલ્થ ગેમ્સ ભારતમાં યોજાઈ ચૂકી છે. ૧૯૫૧, ૧૯૮૨ અને ૨૦૧૦માં દિલ્હીમાં એનું આયોજન થયું હતું.
૨૦૩૦ કૉમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ ઉપરાંત નાઇજીરિયા પણ દાવેદાર હતું. જોકે કમિટીએ નાઇજીરિયાને ૨૦૩૪માં આયોજન માટે મદદ કરવાનું પસંદ કર્યું હતું.

