મિક્સ્ડ ડબલ્સમાં ભારતનાં રોહન કપૂર અને રુથવિકા ગડ્ડેએ પણ મકાઉની હરીફ જોડી સામે ૧૮-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૮ની સ્કોરલાઇનથી જીત નોંધાવી હતી
પી. વી. સિંધુ , એચ. એસ. પ્રણોય
પૅરિસમાં બૅડ્મિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) દ્વારા આયોજિત વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતને પહેલા દિવસે નિરાશા અને બીજા દિવસે ગુડ ન્યુઝ મળ્યા હતા. ગઈ કાલે વિમેન્સ સિંગલ્સમાં સ્ટાર શટલર પી. વી. સિંધુએ બલ્ગેરિયાની હરીફને ૨૩-૨૧, ૨૧-૬થી હરાવી અને મેન્સ સિંગલ્સમાં એચ. એસ. પ્રણોયે ફિનલૅન્ડના હરીફને ૨૧-૧૮, ૨૧-૧૫થી હરાવીને બીજા રાઉન્ડમાં એન્ટ્રી કરી છે.
મિક્સ્ડ ડબલ્સમાં ભારતનાં રોહન કપૂર અને રુથવિકા ગડ્ડેએ પણ મકાઉની હરીફ જોડી સામે ૧૮-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૮ની સ્કોરલાઇનથી જીત નોંધાવી હતી. જોકે ભારત તરફથી મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેન સહિત મેન્સ ડબલ્સમાં એક જોડી, વિમેન્સ ડબલ્સમાં બે જોડીને હારનો સામનો કરવા પડતાં ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં બહાર થયા હતા.

