તેણે ૧૩ મહિના બાદ કોઈ ટુર્નામેન્ટમાં સેમી ફાઇનલ સુધીની સફર ખેડી હતી.
પી. વી. સિંધુ
પી. વી. સિંધુની હાર સાથે મલેશિયા ઓપન 2026માં ભારતીય અભિયાનનો અંત થયો છે. ગઈ કાલે તેની સામે સેમી ફાઇનલ મૅચમાં ચીનની ખેલાડી અને વર્લ્ડ નંબર ટૂ પ્લેયર વાંગ ઝિયીએ ૨૧-૧૬, ૨૧-૧૫થી શાનદાર જીત નોંધાવી હતી. વિમેન્સ સિંગલ્સ કૅટેગરીમાં ૧૮મો ક્રમ ધરાવતી પી. વી. સિંધુ ઇન્જરી બાદ વાપસી કરી રહી હતી. તેણે ૧૩ મહિના બાદ કોઈ ટુર્નામેન્ટમાં સેમી ફાઇનલ સુધીની સફર ખેડી હતી.


