કૉમનવેલ્થ ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર પૅરા-પાવરલિફ્ટર ઝંડુ કુમારને કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ૧૦ લાખ રૂપિયાનું સન્માન આપ્યું. હવે તેમની નજર જપાનમાં યોજાનારી એશિયન પૅરા ગેમ્સ પર છે.
ઝંડુ કુમાર
ગઈ કાલે દિલ્હીમાં સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ પૅરા-પાવરલિફ્ટર ઝંડુ કુમારને ૧૦ લાખ રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કર્યો હતો. બિહારના ઝંડુ કુમારે ગ્લાસગોમાં કૉમનવેલ્થ ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ભારતનું મેડલ-ખાતું ખોલ્યું હતું. કોચ રાજિન્દર સિંહ પણ સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા.
હવે ઝંડુ કુમારની નજર ૧૮થી ૨૪ ઑક્ટોબર દરમ્યાન જપાનમાં યોજાનારી એશિયન પૅરા-ગેમ્સ પર છે. તેણે કહ્યું કે ‘એશિયન પૅરા-ગેમ્સની તૈયારી માટે ગાંધીનગર પાછા ફરતાં પહેલાં હું મારા પરિવારને મળવા માટે મારા વતનની મુલાકાત લઈશ. એશિયન ગેમ્સમાં ચીન એક મજબૂત દાવેદાર છે, પરંતુ હું મારા દેશ માટે મેડલ જીતવા માટે મારો શ્રેષ્ઠ પ્રયાસ કરવાનું વચન આપું છું.’
