વડાલાની અમૂલખ સ્કૂલમાં યોજાનારી અત્યાર સુધીની આ બિગેસ્ટ ટુર્નામેન્ટમાં ટોટલ પાંચ કૅટેગરીમાં ૭૭ ટીમમાં ૫૦૦થી વધુ ખેલાડીઓ સહભાગી થશે
પ્રતીકાત્મક તસવીર
સમાજના ફુટબૉલ પ્લેયર્સને એક પ્લૅટફૉર્મ મળે એ ઉદ્દેશ સાથે શ્રી કે.વી.ઓ. સ્થાનકવાસી જૈન મહાજન દ્વારા સમસ્ત સમાજ માટે શનિવાર ૨૦ સપ્ટેમ્બર અને રવિવાર ૨૧ સપ્ટેમ્બરે ફુટબૉલ ટુર્નામેન્ટ કચ્છી ફુટબૉલ કપ (KFC)નું આયોજન કરવામાં આવ્યું છે. વડાલાની અમૂલખ સ્કૂલમાં યોજાનારી અત્યાર સુધીની આ બિગેસ્ટ ટુર્નામેન્ટમાં ટોટલ પાંચ કૅટેગરીમાં ૭૭ ટીમમાં ૫૦૦થી વધુ ખેલાડીઓ સહભાગી થશે. આ ટુર્નામેન્ટ માટે સંસ્થાને માતુશ્રી દમયંતી દેવજી સંઘવી ટ્રસ્ટનો સહયોગ મળ્યો છે. વધુ માહિતી માટે દીપેશ છેડાને 98331 68520 નંબર પર સંપર્ક કરવો.

